મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

મોરબીની મહિલા સહિત બે ની અમદાવાદના વેજલપુરમાં નોંધાયેલ અપહરણના ગુનામાં ધરપકડ


SHARE









મોરબીની મહિલા સહિત બે ની અમદાવાદના વેજલપુરમાં નોંધાયેલ અપહરણના ગુનામાં ધરપકડ

મોરબીના રહેવાસી એક મહિલા સહિત બે ઇસમોની હાલમાં અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટાફ દ્વારા અપરણના ગુનામાં ધરપકડ કરી તપાસના કામે સાથે લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ૨૪૩/૨૩ થી નોંધાયેલ આઈપીસી કલમ ૩૬૩ અને ૩૬૬ અપહરણના ગુનામાં હાલમાં તપાસના કામે હેડ કોન્સ્ટેબલ પી.એસ.પટ્ટણી બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને અહીં સ્થાનીક પોલીસને સાથે રાખીને મોરબીના રોહીદાસપરા વિસ્તારની બાજુમાં આવેલ આંબેડકરનગરમાં રહેતા મેહુલ દિલીપભાઇ જોગલ અને મનિષાબેન નુતનભાઇ પંડ્યા નામના બે લોકોની અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશને નોંધેલ અપહરણના ગુનામાં ધરપકડ કરી તેઓને તપાસના કામે અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વાહન અકસ્માતમાં મહિલા ઇજાગ્રત થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે સુંદરમસાંઇ એપાર્ટમેન્ટમાં રહેતા રેખાબેન ગોપાલભાઈ ચૌહાણ નામની ૨૫ વર્ષીય મહિલાને એપાર્ટમેન્ટના પહેલા માળેથી પડી જતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે જાણ થયેલી હોય સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે રેખાબેન તથા તેમના પતિ ગોપાલભાઈ ચૌહાણ બાઇકમાં શનાળા પાસે કામ ચાલતુ હોય ત્યાં જતા હતા ત્યારે રસ્તામાં તેઓના બાઇકને કોઈ રીક્ષા ચાલકે હડફેટે લીધુ હતુ જે બનાવમાં રેખાબેનને ઈજા થયેલી હોય સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં યુવાનને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની જયેશભાઈ કાનજીભાઈ બારોટ નામના ૨૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા પહોંચી હતી તે જ્યારે મોરબી-રાજકોટ હાઇવે ઉપરથી જતો હતો ત્યારે અજંતા ક્લોક નજીક તેને વાહન અકસ્માતમાં ઇજા થતા મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હાલ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

 






Latest News