બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ગાંજાનું વાવેતર કરનારા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











વાંકાનેર તાલુકામાં ગાંજાનું વાવેતર કરનારા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર

વાંકાનેરના કાસીયાગાળા ગામે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું જેથી કરીને એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૨.૯૦૦ કિલ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૧.૩૧ લાખની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી હતી જેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબી જિલ્લા એસઓજીની ટીમે વાંકાનેરના કાસીયાગાળા ગામે રહેતા રમેશભાઈ ઉર્ફે હફો જગાભાઈ ધરજીયા જાતે કોળીની મોરથરાના રસ્તે નદીના સામા કાંઠે વાડી આવેલ છે ત્યારે રેડ કરી હતી ત્યારે વાડીમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ત્યાંથી પોલીસે ૧૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો અને ૧.૩૧ લાખ  રૂપિયાની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી રમેશ ઉર્ફે હફો જગાભાઈ ધરજીયા જાતે કોળી (૩૦) રહે કાસીયાગાળા વાળાની ધરપકડ કરેલ હતી અને આ શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News