મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માવાએ ભારે કરી : મોરબીમાં માવો ન આપતા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો


SHARE







માવાએ ભારે કરી : મોરબીમાં માવો ન આપતા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

મોરબીના જેલ રોડ ઉપર સબજેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા યુવાન પાસે માવો માંગ્યો હતો ત્યારે તે યુવાને માવો આપવાની ના પડી હતી જેથી કરીને ચાર શખ્સો દ્વારા મૂઢમાર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેલ રોડ ઉપર આવેલ સબ જેલની સામેના ભાગમાં રહેતા ભરત ગોવિંદભાઈ પરમાર (૨૭) એ હાલમાં કાનજીભાઈ ઝાલા, ઉદય કાનજીભાઈ ઝાલા, વિવેક કાનજીભાઈ ઝાલા અને કાનજીભાઈના પિતા રહે. બધા સબજેલ સામે વાળાની વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, વિવેક કાનજીભાઈ ઝાલાએ તેની પાસેથી માવો માગ્યો હતો ત્યારે તેણે માવો આપવાની ના પાડતા તે બાબતે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ફરિયાદીને મુઢ માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ફિનાઇલ પી ગઈ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી મુસ્કાનબેન તાજઅલી સબડિયા જાતે ફકીર (૨૪) નામની મહિલા ફિનાઇલની બોટલનું ઢાંકણું ખૂલતું ન હોવાથી મોઢેથી ખોલવા જતા તે ભૂલથી મોઢામાં ફિનાઇલ પી જતા તેને સારવાર માટે હોસ્પિટલને લઈને આવ્યા હતા અને આ બનાવવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News