મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રામચોક પાસેના કોમ્પ્લેક્સના પાર્કિંગમાં સ્કૂટર પાર્ક કરવા મુદ્દે બે મહિલાઓ વચ્ચે મારામારી : સામસામી ફરિયાદ


SHARE







મોરબીના રામચોક પાસેના કોમ્પ્લેક્સના પાર્કિંગમાં સ્કૂટર પાર્ક કરવા મુદ્દે બે મહિલાઓ વચ્ચે મારામારી : સામસામી ફરિયાદ

મોરબીના શનાળા રોડ ઉપર રામચોક પાસે આવેલ રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં સ્કૂટર પાર્ક કરવા મુદ્દે સામસામે બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ પાસે આવેલ વર્ધમાન રેસીડેન્સીના બ્લોક નંબર ૪૦૫ માં રહેતા અને પાટીદાર કન્સલ્ટન્ટનો ધંધો કરતા શ્વાતીબેન પિયુષભાઈ અઘેરા જાતે પટેલ (૩૨) એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્મિતાબેન નવીનભાઈ રૂપારેલીયા, નવીનભાઈ બાબુભાઈ રૂપારેલીયા, કરણભાઈ નવીનભાઈ રૂપારેલીયા અને ધ્રુવની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રામચોક પાસે આવેલ રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સમાં તેની ઓફિસ આવેલ છે અને ત્યાં તેઓ નીચેના ભાગમાં પોતાનું સ્કૂટર પાર્ક કરે છે ત્યાં રાબેતા મુજબ તેણે સ્કૂટર પાર્ક કરતા કોમ્પ્લેક્સમાં ભવાની ખમણ નામની દુકાનમાંથી સ્મિતાબેન આવ્યા હતા અને તમારું વાહન અહીંયા પાર્ક કરવું નહીં અહીંયા અમારા ગ્રાહકોને બેસાડવા માટેની જગ્યા છે તેવું કહીને સ્મિતાબેને બોલાચાલી કરી હતી અને પોતાના હાથમાં ખમણ કાપવાની લાકડાના હાથાવાળી છરી હતી તે લઈને તેઓ ત્યાં આવ્યા હતા અને માથાના વાળ પકડીને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે નવીનભાઈ, કરણભાઈ અને ધ્રુવએ તેને પકડી રાખ્યા હતા અને જાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

તો સામાપક્ષેથી આ બનાવમાં શનાળા રોડ ઉપર આવેલ શક્તિ પ્લોટ શેરી નંબર ૪ આસ્થા એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-૬૦૨ માં રહેતા સ્મિતાબેન નવીનભાઈ રૂપારેલીયા જાતે લોહાણા (૫૧) એ શ્વાતીબેન પિયુષભાઈ અઘેરા, પિયુષભાઈ જયંતીભાઈ અઘેરા, અભયભાઈ અને સૌરભભાઈ રહે. તમામ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, રિદ્ધિ સિદ્ધિ કોમ્પલેક્ષમાં નીચેના ભાગમાં તેઓની ભવાની ખમણની દુકાન આવેલ છે ત્યાં શ્વેતાબેને તેનું વાહનપાર્ક કર્યું હતું જેથી કરીને તેમણે ત્યાં વાહન પાર્ક કરવાની ના પાડી હતી જે તેઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદી સાથે મારામારી કરી હતી અને વાળ પકડીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ત્યારે પિયુષભાઈ, અભયભાઈ અને સૌરભભાઈએ તેને પકડી રાખીને જાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે વાહન પાર્ક કરવા મુદ્દે થયેલ મારામારીના બનાવમાં સામસામે ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News