મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરમાં શોભાયાત્રાના રથમાં બેસવાની માથાકૂટમાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીના મહેન્દ્રનગરમાં શોભાયાત્રાના રથમાં બેસવાની માથાકૂટમાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાન તથા તેના બે મિત્રોને ૧૩ જેટલા શખ્સોએ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને છરી બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે બનાવમાં પોલીસે હાલમાં વધુ બે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે આવેલ બાલાજી પાંઉભાજી નજીક મારામારીનો બનાવ બન્યો હતો ત્યાર બાદ રાજેશ મનસુખભાઇ શેરસિયા જાતે પટેલ દ્વારા બી ડિવિઝન પોલીસ ખાતે ફરિયાદ કરવામાં આવી હતી જેમાં તેને રાજેશ ગોધવીયા સહિત કુલ મળીને ૧૩ શખ્સોની સામે ફરિયાદ કરી હતી અને મહેન્દ્રનગર ગામે રામનવમીની શોભાયાત્રાના રથમાં બેસવા બાબતે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ સમાધાન કરવા માટે બોલાવીને તેને માર મારવામાં આવ્યો હતો જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અગાઉ ૧૧ આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં વધુ બે આરોપીને પકડવામાં આવ્યા છે જેમાં મહેશ ઉર્ફે મનસુખ મહાદેવભાઇ પરેચા (૫૨) અને કિરણ ઉર્ફે અવી મનસુખ પરેચા (૨૦) રહે. બંને ક્રાંતિજ્યોત પાર્ક મહેન્દ્રનગર મોરબી વાળાનો સમાવેશ થાય છે.

અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે ત્રણ વાહનો આગળ પાછળ અથડાયા હતા જેથી તે અકસ્માતના બનાવમાં તાલીબુલરહેમાન આતિપુલરહેમાન (૨૮) રહે. મુંબઈ મલાડ ઇસ્ટ વાળાને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા
મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસેથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા કિશન જયંતીભાઈ (૨૫) રહે. જીકિયારી ગામ વાળાને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર આપ્યા બાદ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.






Latest News