મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના સિપાહીવાસમાં બે સગા ભાઈઓ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા મકબુલની ધરપકડ


SHARE







 

મોરબીના સિપાહીવાસમાં બે સગા ભાઈઓ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા મકબુલની ધરપકડ

મોરબીના સિપાઈવાસમાં વિસ્તારમાં માથાકૂટ થઈ હતી ત્યારે બે સગા ભાઈઓને છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા જેથી તે યુવાનોના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યાની કોશિશના ગુનામાં એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના ભોંયવાડામા રહેતા અકબરભાઈ આલમભાઈ કુરેશીએ આરોપી મકબુલભાઈ યુનુસભાઈ કુરેશી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને હત્યાની કોશીષની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના ભાણેજ સલીમભાઈને આરોપી મકબુલભાઈ કુરેશીએ ગાળો આપી હતી અને માથાકૂટ કરી હતી ત્યાર બાદ તેના બે દીકરા મનસુરભાઈ તથા અબ્બાસભાઈને સિપાહીવાસમાં આવ્યા ત્યારે ત્યાં બેઠેલ આરોપી મકબુલભાઈ યુનુસભાઈ કુરેશીએ ફરિયાદીના બે દીકરા મનસુરભાઈ તથા અબ્બાસભાઈ ઉપર છરીથી હુમલો કર્યો હતો. અને મનસૂરને શરીરે આડેધડ છરીના જીવલેણ ઘા ઝીકયા હતા તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને મનસુરભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને અબ્બાસભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામા આવેલ છે જો કે, તેના પિતાની ફરિયાદ લઈને પોલીસે હત્યાની કોશીષનો ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં પોલીસે આરોપી મકબુલભાઈ ઉર્ફે બિલાલ યુનુસભાઈ કુરેશી (૨૫) રહે. જમાદાર શેરી વાળાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટના હુકમથી આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

દારૂના ગુન્હામાં આરોપી પકડાયો
મોરબી જિલ્લા એલસીબીના પીઆઈ દિપક ઢોલના માર્ગદશન હેઠળ ટિમ કામ કરી રહી છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના જિજ્ઞાસાબેન કણસાગરા, જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને બાતમી મળી હતી કે, માળીયામાં ઇંગ્લિશ દારૂના ગુન્હામાં છેલ્લા ૪ માસથી ફરાર આરોપી પીરાભાઈ જોધાભાઇ ભરવાડ મોરબીના ઘુંટું નજીક હરીઓમ પાર્ક બ્લોક નં-૧૧૨ વાળો મોરબી હળવદ હાઇવે પર આવેલ વીપુલભાઇ ભરવાડના મકાનમાં છે. જેથી આરોપી પીરાભાઈ ભરવાડની પોલીસે ત્યાંથી ધરપકડ કરી હતી






Latest News