મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના પાવડીયારી નજીકથી લીંબડીના એનડીપીએસના ગુનાનો આરોપી પકડાયો 


SHARE







મોરબીના પાવડીયારી નજીકથી લીંબડીના એનડીપીએસના ગુનાનો આરોપી પકડાયો 

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવળીયારી વિસ્તારમાંથી લીંબડીના પાણશીણા પોલીસ સ્ટેશન વિસ્તારના નોંધાયેલ એનડીપીએસના ગુનાના આરોપીને લીંબડી પોલીસે પકડી પાડ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ સ્ટેશનના પાણશીણા વિસ્તારમાં નોંધાયેલ એનડીપીએસના ગુનાનો આરોપી મોરબી હોવાની બાતમીના આધારે લીંબડી પોલીસ મથકના પીએસઆઇ એન.એસ.ખુરેશી મોરબી આવ્યા હતા અને મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી વિસ્તારમાં આવેલ શિવમ કોમ્પલેક્ષ દુકાન નંબર-૧૭ મહેશ લાલજીભાઈની દુકાનમાંથી શંભુરામ રાજુરામ જાટ (ઉંમર ૩૦) વાળાની એનડીપીએસના ગુનામાં ધરપકડ કરી હતી.

અકસ્માતના ગુનામાં ધરપકડ

મોરબીના નવા બસ સ્ટેશન પાસે બે માસ પહેલા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં જતું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે બનાવમાં અજય દિનેશભાઈ સાલાણી નામના યુવાનનું મોત નીપજયુ હતુ. ઉપરોક્ત બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ મથકના તપાસ અધિકારી મહિલા પીએસઆઇ પી.આર.સોનારા તથા રાઇટર મનસુખભાઇ દેગામડીયા દ્વારા બાઈક ચલાવનાર સગીર વયના આરોપીને હસ્તગત કરવામાં આવ્યો હતો અને તે સગીર હોય પુછપરછ કરીને તેને વાલીને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા સુરેશ પરસોતમ ચાવડા નામના ૨૭ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા પહોંચતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News