મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા વધુ બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં યુવાન પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા વધુ બે આરોપીની ધરપકડ

મોરબીમાં યુવાને તેના મિત્ર સાથે હરવા ફરવા અને ખાવા પીવાની મોજ કરવામાં જે રૂપિયા ખર્ચ કર્યા હતા તે ૭૦૦૦ તેની પાસેથી એકી સાથે માંગ્યા હતા જેથી કરીને યુવાને વ્યાજે પૈસા લીધા હતા અને ત્યાર બાદ તે વ્યાજના ચક્રમાં ફસાઈ ગયો હતો અને યુવાને ચાર વ્યાજખોરની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચાર પૈકીનાં બે આરોપીની અગાઉ ધરપકડ કરવાં આવી હતી અને હાલમાં વધુ બે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ શિવમ એપાર્ટમેન્ટના ફ્લેટ નં-૩૦૩ માં રહેતો અને ટાઇલ્સ કટીંગના કારખાનામાં ભાગીદાર ભવ્ય ભરતભાઈ ઘોડાસરા જાતે પટેલ (૧૯) એ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રિન્સ જાલરીયા મૂળ. લૂંટાવદર, અભિષેકભાઈ સોઢીયા રહે. વાવડી, રાકેશ બોરીચા અને ચેતન સામતભાઈ જેઠા રહે. વાવડી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, જેના આધારે પોલીસે અગાઉ અભિષેક દેવજીભાઈ સોઢિયા જાતે આહિર અને પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયાની ધરપકડ કરી હતી ત્યાર બાદ હાલમાં પીએસઆઈ  પુષ્પાબેન સોનારા દ્વારા આ ગુનામાં રાકેશ મેણાંદભાઈ ગોગરા જાતે બોરીચા (૨૪) રહે. આનંદ નગર મોરબી અને ચેતન સામતભાઈ જેઠા જાતે બોરિચા (૨૨) રહે. લતીપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી છે

ઝેરી દવા-ફીનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા ધરમપુર ગામે રહેતા રાજેશભાઈ અરજણભાઈ બહાવીયા (ઉમર ૨૫) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘેર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના માળા હાઇવે ઉપર આવેલા રોટરીનગર ગામે રહેતા હરેશ દેવજીભાઈ ડૈયા નામના ૩૫ વર્ષના યુવાને તેના ઘેર કોઈ કારણોસર ફિનાઈલ પી લીધું હતું જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હોય હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા થયેલી જાણના આધારે હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરીને બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News