મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વેલનાથ બાપાની પુણ્યતિથિએ સમસ્ત કોળી સમાજ દ્વારા શોભાયાત્રા-મહાપ્રસાદનું આયોજન


SHARE











મોરબીમાં વેલનાથ બાપાની પુણ્યતિથિએ સમસ્ત કોળી સમાજ દ્વારા શોભાયાત્રા-મહાપ્રસાદનું આયોજન

મોરબીમાં કાલે વેલનાથ બાપાની પુણ્યતિથિ નિમેતે સમસ્ત કોળી સમાજ દ્વારા શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં  સમાજના વધુમાં વધુ લોકોને જોડાવા માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.


સમસ્ત કોળી સમાજ દ્વારા સમાજના ધર્મ ગુરુ વેલનાથ બાપાની પુણ્યતિથિ નિમેતે મોરબીમાં કાલે તા ૬ ના રોજ સવારે ૮ કલાકે  ભવ્ય શોભાયાત્રા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રા મોરબીના રેલ્વે સ્ટેશન રોડે આવેલ જડેશ્વર મંદિરથી શરૂ કરવામાં આવશે અને નેહરુગેટ થઈને ચુંવાળીયા કોળી સમાજની બોડિંગે પૂર્ણ કરવામાં આવશે ત્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને સમાજના તમામ લોકોને આ શોભાયાત્રામાં આવવા અને મહાપ્રસાદનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ અજયભાઈ લાભુભાઈ વાઘાણી, વિપુલભાઈ રમેશભાઈ ગણેશીયા, ગુજરાત પ્રદેશ ચુંવાળીયા કોળી સમાજના સહમંત્રી જગદીશભાઈ જી. બાંભણીયા, મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ ધોઘાભાઈ સુરેલા સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.






Latest News