મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના સાપકડામાં વૃદ્ધની જમીન પચાવી પાડનારા ચાર શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE











હળવદના સાપકડામાં વૃદ્ધની જમીન પચાવી પાડનારા ચાર શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા વૃદ્ધની માલિકીની જમીન ઉપર બળજબરી પૂર્વક દબાણ કરવામાં આવ્યું છે અને જમીન પચાવી પાડવામા આવી છે જેથી વૃદ્ધે તેની જમન પરત આપવા માટે થઈને કહ્યું હતું ત્યારે આરોપીઓએ તેની સાથે બોલાચાલી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાપકડા ગામના ચાર શખ્સોની સામે લેન્ડ ગ્રાબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને મજૂરી કામ કરતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડા જાતે દલવાડી (૬૧)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરીશભાઈ દલુભાઈ ચાવડા, પ્રકાશભાઈ હરીશભાઈ ચાવડા, ભાવેશભાઈ હરીશભાઈ ચાવડા અને દલુભાઈ ચતુરભાઈ ચાવડા રહે. તમામ સાપકડા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, સાપકડા ગામે સર્વે નંબર ૭૪૫ ની જમીન હે.આર.ચો.મી. ૦-૩૨-૩૭ જમીન તથા સર્વ નં.૭૪૬ ની જમીન હે.આર.ચો.મી. ૦-૬૩-૭૪ ની ખાતા નં.૨૫ વાળી વારસાઈ જમીનમાં સંપુર્ણ પણે બળજબરીપૂર્વક ગેરકાયદેસર કબજો કરીને જમીન પચાવી પાડવામાં આવેલ છે જે જમીન પરત આપવા માટે થઈને ફરિયાદી વૃદ્ધે આરોપીઓને કહ્યું હતું ત્યારે આરોપીઓએ તેની સાથે બોલાચાલિત કરી ઝઘડો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને હજુ પણ તે જમીન ઉપર આરોપીઓ દ્વારા કબજો ચાલુ રાખવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ત્રણ બીયર
વાંકાનેરની અરુણોદયનગર સોસાયટીના નાકા પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરના ત્રણ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૦૦ ની કિંમતના બિયર સાથે અમનભાઈ તસીરભાઈ પારા જાતે સંધિ (૨૦) રહે. વીસીપરા ચોક વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે.






Latest News