મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદમાં ઘર પાસેથી એકલી જતી યુવતીની લાજ લૂંટવાનો પ્રયાસ: બે શખ્સોની ધરપકડ


SHARE







હળવદમાં ઘર પાસેથી એકલી જતી યુવતીની લાજ લૂંટવાનો પ્રયાસ: બે શખ્સોની ધરપકડ

હળવદ શહેરમાં રહેતી યુવતી તેના ઘર બહાર શેરીમાંથી એકલી જઈ રહી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈને બાઈક ઉપર આવેલા બે શખ્સો પૈકીના એકે તેનો હાથ પકડ્યો હતો અને બીજાએ તેની છાતીએ હાથ નાખીને આબરૂ લેવાની કોશિશ કરી હતી જેથી યુવતીએ દેકારો કરતા તેનો ભાઈ ત્યાં આવી ગયો હતો અને તેને આરોપીઓએ ધોકા વડે માથા, મોઢા, ગાલ અને શરીરના ભાગે માર માર્યો હતો તેમજ યુવતીને છાતીના ભાગે ઢીકા મારીને ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલી યુવતી દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં રહેતી યુવતી પોતાના ઘરની બહાર શેરીમાંથી એકલી જઈ રહી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈને અસબાજ મયુદ્દીન ફકીર અને અકબર ઉર્ફે કાળો સરફરાજ માણેકિયા રહે. બંને ભવાનીનગર ઢોરા વિસ્તાર હળવદ વાળા બાઇક લઈને આવ્યા હતા અને ત્યારે અસબાજ ફકીરે યુવતીનો હાથ પકડ્યો હતો અને અકબર માણેકિયાએ યુવતીની છાતીએ હાથ નાખી આબરૂ લેવાની કોશિશ કરી હતી અને છેડતી કરી હતી જેથી યુવતીએ દેખારો કરી મુકતા તેનો ભાઈ ત્યાં આવી ગયો હતો અને ત્યારે અસબાજ ફકીરે તેના હાથમાં રહેલ ધોકા વડે તેના ભાઈને મોઢા, ગાલ, માથા અને શરીર ઉપર માર માર્યો હતો તેમજ અસબાજ અને અકબરે ફરિયાદી યુવતીને છાતીના ભાગે ઢીકા મારીને ઇજા કરી હતી અને ગાળો આપી હતી જેથી ભોગ બનેલ યુવતીએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News