હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે હનુમાન જયંતીએ શોભાયાત્રા: ઉમિયા આશ્રમ ખાતે ભંડારો યોજાશે


SHARE











મોરબીના રવાપર ગામે હનુમાન જયંતીએ શોભાયાત્રા: ઉમિયા આશ્રમ ખાતે ભંડારો યોજાશે

મોરબીના રવાપર ગામે સમસ્ત રવાપર ગામ દ્વારા હનુમાન જયંતિનું ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ૬ એપ્રિલના રોજ સંકટમોચન હનુમાનના જન્મોત્સવને ધામધુમથી ઉજવવામાં આવશે

હનુમાન જયંતિની ગામો ગામ ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીના રવાપર ગામે સમસ્ત રવાપર ગામ દ્વારા તા ૬ એપ્રિલના રોજ રાત્રે ૯:૩૦ વાગ્યે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ધર્મપ્રેમી જનતાએ શોભાયાત્રામાં જોડાવવા માટે રવાપર ગામ સમસ્ત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેવી જ રીતે શનાળા રોડ પર સમય ગેટ પાસે આવેલ શ્રી સત્ય નારાયણ ગૌશાળા ઉમિયા આશ્રમ ખાતે પણ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે અને સાંજે ૭ કલાકે ઉમિયા આશ્રમ ખાતે ભંડારો યોજાશે

 

હનુમાન મંદિરનો પાટોત્સવ-મારૂતિયજ્ઞ

મોરબીના નવી પીપળી ગામે ધર્મગંગા સોસાયટી, શાંતિનગર સોસાયટી, સિલ્વર સોસાયટી અને ઓમ પાર્ક સોસાયટી દ્વારા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મહારાજનો પાટોત્સવ અને મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૧૨ એપ્રિલના રોજ આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે અને આ તકે સંતો મહંતો સહિતના હાજર રહેશે તેમજ મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ભાજપના અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા સહિતના આગેવાનો હાજર રહેશે ત્યારે સવારે ૭ વાગ્યે મારૂતિ યજ્ઞ, સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદ યોજાશે અને રાત્રે ૯ વાગ્યે સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં ગોપાલ સાધુ, પૂજા ચૌહાણ, રાજભા ગઢવી સહિતના જમાવટ કરશે






Latest News