મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે ઝેરી દવા પી જતા યુવાન સારવારમાં


SHARE







મોરબીના લીલાપર ગામે ઝેરી દવા પી જતા યુવાન સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાર્ટી પ્લોટ નજીક કોઈ કારણોસર યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવ્યો હતો.મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર ગામે રહેતા રાજેન્દ્ર કૈલાષભાઈ સાંભલ નામના ૩૦ વર્ષના યુવાને લીલાપર પાસે આવેલ લાડલી પાર્ટી પ્લોટ નજીક વાળી વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય હાલમાં બીટ વિસ્તારના મહિલા એએસઆઇ એન.જે.ખડીયા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે વિરાટનગર વિસ્તારમાં રહેતા ધીરજ હંસરાજભાઈ પટેલ નામના ૪૮ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામ પાસે રહેતા ગૌતમભાઇ લક્ષ્મીકાંતભાઈ દાસ નામના ૨૨ વર્ષના યુવાનને વાંકાનેર હાઇવે ઉપર દરિયાલાલ હોટલની સામે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા ૧૦૮ વડે તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે હોસ્પિટલ દ્વારા યુવાનની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા હાલમાં તાલુકા પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.






Latest News