મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોનની પ્રાઈવેટમાં સારવાર લેનાર દર્દીને વિમાની રકમ વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE











મોરબીમાં કોરોનની પ્રાઈવેટમાં સારવાર લેનાર દર્દીને વિમાની રકમ વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબીમાં રહેતા વ્યક્તિએ મેડિકલ વીમો લીધો હતો જો કે, તેને કોરોના સમયે પ્રાઇવેટ ડોકટરની સારવાર લીધી હતી જો કે, વીમા કંપનીએ અડધી જ રકમ ચૂકવી હતી જેથી કરીને મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ મારફતે ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરી હતી જેમાં વ્યાજ સાથે ગ્રાહકને રકમ આપવા કોર્ટે આદેશ કર્યો છે

મોરબીના વતની જય દેવિપ્રસાદ મહેતાએ કોરોનામાં પ્રાઇવેટ ડોકટરની સારવાર લીધી હતી અને જે ખર્ચ થયેલ હતો તે ઓરીયન્ટ વિમાં કંપનીએ અડધી રકમ ચુકવી હતી જેથી તેને મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કર્યો હતો અને ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરી હતી અને ગ્રાહક કોર્ટે હુકમ કરેલ છે કે, ઓરીયન્ટ વિમાં કંપનીએ જય દેવિપ્રસાદ મહેતાને બાકી રહેતી રકમ ૫૯,૨૬૨ કેસ દાખલ થયો ત્યારથી એટ્લે કે તા.૩૧-૩-૨૨ થી ૭ ટકાના વ્યાજથી ચુકવવા નો આદેશ કરેલ છે. અને વધારામાં ગ્રાહકને ૫,૦૦૦ ખર્ચના પણ મંજુર કરેલ છે.

કોરોનાના કેઇસમાં વીમાં કંપની મનઘડત નિયમ લાવીને દર્દીને રકમ ચુકવતી નથી તે યોગ્ય નથી ગ્રાહક વિમો ઉતરાવે છે. ત્યારે ઘણી બધી મીઠી મીઠી વાતો કરે છે. લોભામણી વાતો કરે છે, પરંતુ જયારે વિમો ચુકવવાની વાત આવે ત્યારે સાચા ખોટા બહાના હેઠળ હાથ ઉંચા કરી દેવામાં આવે છે અને કોરોનામાં ઘણાને વિમાં ચુકવવામા ન આવ્યાની પણ ચર્ચા થાય છે. ત્યારે ગ્રાહક પ્રીમીયમ ભરે એટલે વિમો ચુકવવો જોઇએ ગ્રાહકે જાગૃતી લાવવાની જરૂરીયાત છે. અને કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨) નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News