મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર ટ્રેઇલરના ચાલકે બોલેરોને ટક્કર મારતા બે ને સારવારમાં ખસેડાયા


SHARE







મોરબીના કંડલા બાયપાસ ઉપર ટ્રેઇલરના ચાલકે બોલેરોને ટક્કર મારતા બે ને સારવારમાં ખસેડાયા

મોરબીના કંડલા બાયપાસ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રેલરના ચાલકે બોલેરોને હડફેટ લેતા બનેલ અકસ્માતના બનાવમાં બે લોકોને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા.તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ ઉપર જુની આરટીઓ કચેરી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રેલરના ચાલકે બોલેરોને હડફેટે લેતા સાલેમામદ બચુભાઈ સુમરા (ઉમર ૪૫) રહે.સુમરા સોસાયટી વિજયનગર મોરબી વાળાને માથા તથા હાથના ભાગે ઇજાઓ તથા અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને તે રીતે જ મોમૈયાભાઈ ગોવિંદભાઈ ઝિંઝુવાડીયા (ઉમર ૫૪) રહે.શાંતિવન સોસાયટી વીસીપરા મોરબીને પણ ઇજાઓ પહોંચી હોય તેમને ૧૦૮ વડે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતેથી તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

ઝેરી દવાની અસર થતા સારવારમાં

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના વાધરવા ગામે ખેત મજૂર તરીકે કામ કરતા ગોલુભાઇ પુંજાભાઈ બારેડ જાતે આદિવાસી નામના ૧૮ વર્ષના યુવાનને ખેતરમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થઈ હતી જેથી જેતપર પીએસસી ખાતે પ્રાથમિક સારવાર લઈને વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વધુ તપાસ અર્થે માળિયા પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવેલા રાદડિયા ગામે રહેતી રસીલાબેન વિપુલભાઈ ચૌહાણ નામની ૨૨ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી તેણીને વધુ સારવાર માટે અત્રેની સિવિલે ખસેડવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે તે બનાવ સંદર્ભે પણ વી.કે.ફુલતરીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે લાલપર ખાતે રહેતા સલુભાઈ સોમાભાઈ ચોહલા નામના ૩૦ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે જુની અરુણોદય મિલની સામે મારામારીના બનાવમાં ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને સારવાર કર્યા બાદ હોસ્પિટલ સુત્રો દ્વારા જાણ કરવામાં આવેલી હોય હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.






Latest News