મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ ઇડન હિલ્સના બંગલામાં જુગારની રેડ, પાંચ જુગારી ૪.૮૧ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE







મોરબી નજીક આવેલ ઇડન હિલ્સના બંગલામાં જુગારની રેડ, પાંચ જુગારી ૪.૮૧ લાખના મુદામાલ સાથે પકડાયા

ટંકારા તાલુકાના ઘુનડા રવાપર રોડ ઉપર આવેલ ઇડન હિલ્સના બંગલામાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવતા ઘરધણી સહિત પાંચ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે તેની પાસેથી રોકડા ૭૧,૩૦૦ તેમજ અન્ય મુદામાલ સહિત ૪,૮૧,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરીને પોલીસ આગળની કાર્યવાહી કરી હતી

ટંકારા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાલીદખાન રફિકખાનને મળેલ હકિકત આધારે ટંકારા તાલુકાના ઘુનડા રવાપર રોડ ઇડન હિલ્સમા રહેતા પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૬૭)ના બંગ્લોઝ નં બી-૪૪ વાળામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેમાં ઘરધણી પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૬૭) રહે. ઇડન હિલ્સ બંગ્લોઝ નં-૪૪ મોરબી, રમેશભાઈ ભગવાનજીભાઈ અઘારા જાતે પટેલ (૬૦) રહે. હરીહર નગર રવાપર રોડ મોરબી, હરજીવનભાઈ હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૭૧) રહે. એંટીલા હિલ્સ લીલાપર રોડ મોરબી, કાનજીભાઈ આંબાભાઈ છત્રોલા જાતે પટેલ (૫૮) રહે. ઉમા ટાઉનશીપ મોરબી અને ભાણજીભાઈ દેવજીભાઈ સાણંદીયા જાતે પટેલ (૬૨) રહે. રવાપર ચોકડી સુંદરમ એપાર્ટમેંટ મોરબી વાળાનો સમાવેશ થાય છે ત્યારે પોલીસે રોકડા ૭૧,૩૦૦ તથા વાહન અને મોબાઇલ મળીને કુલ ૪,૮૧,૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડાયેલ છે આ કામગીરી પીએસઆઈ એચ.આર. હેરભાની સૂચના મુજબ સિધ્ધરાજસિહ અર્જુનસિહ ઝાલા, ખાલીદખાન રફિકખાન, શૈલેશભાઈ ઓધવજીભાઈ ફેફર, સાગરભાઈ ડાયાલાલ કુરીયાએ કરી હતી






Latest News