મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટર સહિતના અધિકારીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા વ્યવસ્થાની વીડિયો કોન્ફરન્સમાં હાજર રહ્યા


SHARE











મોરબીના કલેક્ટર સહિતના અધિકારીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા વ્યવસ્થાની વીડિયો કોન્ફરન્સમાં હાજર રહ્યા

સમગ્ર રાજ્યમાં યોજાનાર જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબી) પરીક્ષામાં યોગ્ય વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી ગુજરાત રાજ્ય મુખ્ય સચિવ રાજ કુમારના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા

સરકાર દ્વારા પરીક્ષા બાબતે ખૂબ કડક કાયદો બનાવવામાં આવ્યો છે અને તેને અનુરૂપ કોઈ પણ પ્રતિકૂળ સંજોગો ઊભા ન થાય તે માટે આ કાયદાની કડક રીતે અમલવારી કરાવવામાં  આવી રહી છે ત્યારે આ વીડિયો કોન્ફરન્સમાં મુખ્ય સચિવ દ્વારા સાહિત્યની વહેંચણી, કેન્દ્ર નિયામક, સુપરવાઈઝર, વર્ગખંડ ઓબઝર્વર તથા ઉમેદવારોને ધ્યાનમાં રાખવાની તમામ બાબતોની માહિતી આપવામાં આવી હતી. પરીક્ષા પહેલા, પરીક્ષા દરમિયાન તથા પરીક્ષા બાદ ધ્યાનમાં રાખવાની બાબતો, તમામ ઉમેદવારોના ફિઝિકલ ફ્રિસ્કીંગ વગેરે બાબતો અંગે જિલ્લાના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર કેન્દ્ર નિયામક, સુપરવાઈઝર, વર્ગખંડ ઓબઝર્વર સહિતના તમામ મોબાઇલનો ઉપયોગ કરી શકશે નહિ. કોમ્યુનિકેશન માટે ફકત લેન્ડલાઈન નંબરનો ઉપયોગ કરવો, પેપર બોક્સ ખોલવા, દિવ્યાંગ ઉમેદવારો માટેની વ્યવસ્થા વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં મોરબી ખાતે ૩૦, ટંકારા ખાતે ૧૨, હળવદ ખાતે ૧૩ તથા વાંકાનેર ખાતે ૧૩ મળી કુલ ૬૮ કેન્દ્રો ખાતે ૦૯/૦૪/૨૦૨૩ના રોજ જુનિયર ક્લાર્ક(વહીવટી/હિસાબી)ની પરીક્ષા યોજાનાર છે. આ તમામ કેન્દ્રો ખાતે ચુસ્ત સી.સી.ટી.વી.ની મોનિટરીંગ વ્યવસ્થા ગોઠવવામાં  આવી છે. ઉપરાંત પરીક્ષા બાદ પણ સીસીટીવી વ્યુનું અધિકારીઓ દ્વારા તલસ્પર્શી નિરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોને ઓળખકાર્ડ, કોલ લેટર, ફોટો તથા પેન (બ્લુ અને બ્લેક) સિવાય કોઈ પણ વસ્તુ લઈ જવાની સખ્ત મનાઈ છે. સાદી કાંડા ઘડિયાળ માન્ય છે બાકી કોઈ પણ ઈલેક્ટ્રીક કે અન્ય સામગ્રી લઈ જઈ શકાશે નહીં. પરીક્ષા અંગેના સરકારના નવા અને કડક કાયદાની ચુસ્ત અમલવારી મોરબી જિલ્લામાં કરવામાં આવનાર છે. જિલ્લામાં આ પરીક્ષા અન્વયે ૦૨૮૨૨- ૨૯૯૯૧૦૦ હેલ્પ લાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે. આ વીડિયો કોન્ફરન્સમાં કલેક્ટર જી.ટી.પંડ્યા, એસપી રાહુલ ત્રિપાઠી, ડીડીઓ ડી.ડી. જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા






Latest News