મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરમાં શોભાયાત્રાના આયોજકોને માર મારનારઓને કાયદાનું ભાન કરાવવા વિહીપની માંગ


SHARE







મોરબીના મહેન્દ્રનગરમાં શોભાયાત્રાના આયોજકોને માર મારનારઓને કાયદાનું ભાન કરાવવા વિહીપની માંગ

મોરબીના મહેન્દ્રનગરમાં રામનવમીએ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રથમાં બેસવા બાબતે બોલાચાલી થયેલ હતી અને બાદમાં માળીયાથી લુખ્ખાઓને બોલાવીને હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને માર માર્યો હતો જે ગુનામાં ૧૧ આરોપીઓને પકડી લેવામાં આવેલ છે જો કે, હુમલાના વિરોધમાં વિહીપના આગેવાનોએ કલેકટર અને એસપીને આવેદનપત્ર આપીને લુખ્ખાઓને કાયદાનું ભાન કરાવવાનું માંગ કરવામાં આવી છે

મોરબીના મહેન્દ્રનગર ગામે રામનવમીએ શોભાયાત્રા નીકળી હતી ત્યારે રથમાં બેસવા બાબતે આયોજકની સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને બાદમાં માળીયા સહિતના વિસ્તારમાંથી લૂખ્ખાઓને બોલાવીને રાજેશભાઇ શેરસિયાને જયેશભાઇ દલસાણીયા તેમજ રાજેશભાઇ નાનજીભાઈ ગોધવીયા સહિતના શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાઈ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં ૧૧ આરોપીઓની ધરપકડ કરેલ છે જો કે, હિન્દૂઓની લાગણીને ઠેસ પહોંચાડી હોવાથી ધાર્મિક કાર્યમાં વિઘ્ન કરનાર શખ્સોને આકરી સજા કરવામાં આવે અને હીંચકારા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢીને જાહેરમાં કાયદો હાથમાં લઈને હુમલો કરનારા શખ્સોને કાયદાનું ભાન કરવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે કમલભાઇ દવે, હસુભાઈ ગઢવી, પરેશભાઈ, જીજ્ઞેશભાઇ કૈલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા





Latest News