ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળામાં નેશનલ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામના વિજેતાઓને સન્માનિત કરાયા


SHARE







મોરબીની માધાપરવાડી શાળામાં નેશનલ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામના વિજેતાઓને સન્માનિત કરાયા

મોરબી જિલ્લા એન.સી.ડી.સેલ જનરલ હોસ્પિટલ તેમજ દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ પુરસ્કૃત નેશનલ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ માધાપરવાડી શાળા ખાતે યોજાઈ ગયો હતો જેમાં માધાપરવાડી શાળાની વિદ્યાર્થીનીઓએ માનસિક રોગ કેવી રીતે થાય છે? કેમ થાય છે? એની કેવી કેવી ઘાતક અસરો થાય છે? માનસિક રોગોથી બચવાના ઉપાયો વગેરે વિશે વકતૃત્વ, નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધાનું નોખું અનોખું અને વિશિષ્ટ આયોજન કર્યું હતું,બંને શાળાના બાળકોએ ત્રણેય સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, વકતૃત્વ સ્પર્ધામાં ત્રણ નંબર પ્રાપ્ત કરનાર હેન્સી દિલીપભાઈ, કંઝારીયા નેહલ ભાવેશભાઈ, કંઝારીયા સરસ્વતી રમેશભાઈ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ નંબર હારા નીતિનભાઈ પરમાર દ્વિતીય નંબર મીરા દિનેશભાઈ પરમાર તૃતીય નંબર હેમાંસી સારલા તેમજ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર સગુણા શાંતિલાલ પરમાર, દ્વિતીય નંબર ધ્રુવિતા મહેશભાઈ ડાભી તૃતીય નંબર કંઝારીયા સેજલ મકનભાઈ વગેરેને શિલ્ડ અને પ્રમાણપત્ર તેમજ ભાગ લેનાર તમામ પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા શિલ્ડ પ્રમાણપત્ર સ્ટેશનરીની વ્યવસ્થા દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ-મોરબી તરફથી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા ધનજીભાઈ બાવરવા અને બી.ડી.ગામી દિવ્ય જ્યોતિ મંડળના કાર્યકર્તાઓ તેમજ શાળા ના શિક્ષકો દયાળજીભાઈ બાવરવા, ચાંદનીબેન સાંણજા, જયેશભાઈ અગ્રાવત વગેરે શિક્ષકોએ નિર્ણાયક તરીકે તેમજ વ્યવસ્થાપક તરીકે ખુબજ જહેમત ઉઠાવી હતી






Latest News