મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં કોન્ટ્રાકટરનું બિલ ધારાસભ્યની ભલામણ છતાં પ્રમુખે ન ચૂકવ્યું !: સિટી બસ સેવા બંધ


SHARE







મોરબીમાં કોન્ટ્રાકટરનું બિલ ધારાસભ્યની ભલામણ છતાં પ્રમુખે ન ચૂકવ્યું !: સિટી બસ સેવા બંધ

મોરબીમાં સીટી બસના કોન્ટ્રાક્ટરને છ મહિનાથી પાલિકાએ બિલ આપ્યું ન હતુ જેથી કરીને સેવાને બંધ કરવામાં આવી હતી જો કે, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દરમ્યાનગીરી કરીને સિટી બસની બિલ આપવાની ખાતરી સાથે ચાલુ કરાવી હતી પરંતુ પાલિકાના પ્રમુખ બિલ ન ચૂકવતા કોન્ટ્રાકટર દ્વારા ફરી પછી સિટી બિલની સુવિધાને બંધ કરી દેવામાં આવેલ છે

મોરબી નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપીને સીટી બસની સેવા કાર્યરત કરવામાં આવી છે અને ગુરુકૃપા ટ્રાવેલ્સ એજન્સી દ્વારા ૧૬ જેટલી સીટી બસો મૂકવામાં આવી હતી જોકે કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા છ મહિનાથી તેનું બિલ આપવામાં આવ્યું નથી જેથી કરીને કોન્ટ્રાક્ટર દ્વારા સીટી બસની સેવા બંધ કરવામાં આવી હતી જો કે, સિટી બસના સંચાલક સાથે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દરમ્યાનગીરી કરીને બિલ આપવાની ખાતરી સાથે ફરી પછી સિટી બસ સેવાને ચાલુ કરવામાં આવેલ હતી પરંતુ પાલિકાના પ્રમુખને બિલની ચુકવણી ન કરતાં હાલમાં ગુરુકૃપા ટ્રાવેલ્સ એજન્સી દ્વારા ફરી પછી મોરબીના સિટી બસની સેવાને બંધ કરવામાં આવેલ છે






Latest News