મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી : કુકમા પીએચસી-ભુજ ખાતે મેડિકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડો.પ્રિન્સ ફેફરના જન્મદિવસે જરૂરીયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરાઇ


SHARE







મોરબી : કુકમા પીએચસી-ભુજ ખાતે મેડિકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડો.પ્રિન્સ ફેફરના જન્મદિવસે જરૂરીયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરાઇ

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મુળ નવાગામ (લખધીરનગર) ના વતની અને મોરબી નિવાસી તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર કે જેઓ હાલમાં કુકમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભુજ ખાતે મેડિકલ ઓફીસર તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમણે તેમના જન્મદીવસની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને કરી હતી.તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહીનો પોતાના હાથે પ્રસાદ વિતરણ કરાયુ હતુ.વર્તમાન સમયમાં લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના શિક્ષક પ્રફુલ્લભાઈ સુંદરજીભાઈ ફેફરના.પુત્ર ડો.પ્રિન્સ ફેફરે સેવાકાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્તને જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.






Latest News