મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસેથી છત્તીસગઢમાંથી અપ્હત સગીરા આરોપી સાથે મળી આવતા હસ્તગત કરાયા


SHARE











મોરબીના રંગપર પાસેથી છત્તીસગઢમાંથી અપ્હત સગીરા આરોપી સાથે મળી આવતા હસ્તગત કરાયા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપરક નજીકથી છત્તીસગઢ પોલીસ દ્વારા ત્યાંથી અપહરણ કરવામાં આવેલી સગીરાને આરોપી સાથે શોધી કાઢવામાં આવી હતી અને આગળની તપાસ માટે બંનેને સાથે છત્તીસગઢ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

 

મોરબી ખાતે અનેક સિરામિક યુનિટ આવેલા છે અને જેમાં હજારો મજૂરો કામ કરતા હોય છે જેમાં દેશના જુદાજુદા રાજ્યમાંથી પણ મજૂરો અહીં કામ માટે આવતા હોય છે જે પૈકીના અમુક ત્યાં તેમના વિસ્તારમાં ગુના આચરીને અહીં સિરામીક યુનીટોમાં રહીને મજુરી કામ કરતા હોય તેવું અગાઉ અનેક વખત સામે આવી ચૂકેલ છે ત્યારે વધુ એક વખત સામે આવ્યું હતું કે છત્તીસગઢના ધમસેરી જિલ્લાના સતીશવન તાલુકામાં આવેલ ક્રૂઝ બીરેઝટ થાના વિસ્તારના એએસઆઇ જગદીશભાઈ સોનવાણી બાતમી અને ટેકનિકલ માધ્યમોથી મળેલ માહિતીના આધારે તપાસ અર્થે મોરબી આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા જેતપર રોડ ઉપરના રંગપર ગામ પાસેથી તેમને ત્યાં નોંધાયેલ આઇપીસી કલમ ૩૬૩ (અપહરણ) ના બનાવની ભોગ બનેલ સગીરા અને આરોપી અહીં મોરબીના રંગરરમાં હોવાનું સામે આવતા સ્થાનિક તાલુતા પોલીસને સાથે રાખીને તપાસ કરતા રંગપર નજીકથી ત્યાંથી અપહ્રત કરવામાં આવેલ સગીરા અને આરોપી રતનલાલ ભેરુલાલ બોરેલીયા (ઉંમર ૨૬) મૂળ રહે.મધ્યપ્રદેશ હાલ રહે.મોરબી રંગપર નજીક વાળાઓ મળી આવતા બંનેને (સગીરા અને આરોપી) તપાસ માટે હાલ હસ્તગત કરીને છત્તીસગઢ લઈ જવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે કે સ્થાનિક પોલીસ દ્વારા એસ્યોર્ડ એપ્લિકેશન બનાવવામાં આવેલી છે અને તેમાં બહારથી આવીને મોરબીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મજૂરોની માહિતી આપવાની હોય છે જોકે ઘણા કિસ્સાઓમાં મજૂરો અંગે માહિતી આપવામાં આવતી ન હોય પોલીસ દ્વારા હવે ગુના દાખલ કરવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે.

વાહન અકસ્માતમાં ઇજા થતા વૃદ્ધ સારવારમાં

મોરબીના અંબિકા રોડ ઉપર માધાપરાના ઝાંપા પાસે રહેતા અલીભાઈ કાસમભાઈ વડાવરીયા નામના ૮૨ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પીટલે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને પોલીસમાં જાણ થતા સામે આવ્યું હતું કે, ઘાંચી શેરી પાસે તેઓ બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા હાલ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

બાળક સારવારમાં

મોરબીના રવાપર-કેનાલ રોડ ઉપર આવેલ એસપી રોડ ઉપરના કસ્તુરી રેસીડેન્સી નજીક રસ્તો ઓળંગી રહેલા પુષ્પરાજ જુંજારામ નામના સાત વર્ષના બાળકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેને ઈજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News