મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે જૂની કુબેર ટોકીઝ પાસે એકટીવાને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE







મોરબીના સામાકાંઠે જૂની કુબેર ટોકીઝ પાસે એકટીવાને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ જૂની કુબેર ટોકીઝ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં એકટીવા લઈને જતા યુવાનના એકટીવાને કાર ચાલકે હેડફેટે લેતા ઈજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો.સીટી બી ડિવિઝન પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા આરીફ અબ્દુલભાઈ શેખ નામના ૩૨ વર્ષના યુવાનને ઇજા પહોંચતા ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો

આ બનાવની પોલીસને હોસ્પિટલ તરફથી જાણ થયેલી હોય પોલીસે જઈને તપાસ કરતા સામે આવ્યું હતું કે આરીફ શેખ એકટીવા લઈને વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ટોકીઝ પાસેથી જતો હતો ત્યારે તેના એકટીવાને કોઈ કાર ચાલકે હડફેટે લીધું હતું જેથી તેને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો હાલ બી ડિવિઝન પોલીસ મથકે ઉપરોક્ત અકસ્માત બનાવની નોંધ થતા હાલ પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા ઈરફાન મહમ્મદભાઈ બ્લોચ નામના ૩૧ વર્ષના યુવાનને તેના રહેણાંક વિસ્તાર નજીકથી બાઈક લઈને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ પહોંચતા અહીંની હેમલ પટેલ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયો હોય બીટ વિસ્તારના જમાદાર વી.ડી.મેતા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

છાતીમાં દુખાવો થયા બાદ યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપરના એન્ટીક માર્બોનાઈટ નામના યુનિટમાં કામ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા શિવબીલાસ  શિવભજન ગૌર નામના ૪૦ વર્ષના મજૂર યુવાનને બેભાન હાલતમાં અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જોકે હોસ્પિટલમાં તબીબ દ્વારા તેને જોઈ તપાસીને મૃત જાહેર કરાયો હતો અને બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આ અંગે નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના નવા ખારચીયા ગામ પાસે આવેલ ઇન્ફોટેક ટાઇલ્સ નામના યુનિટ પાસે રહેતા અને મજૂરી કામ કરતા મુકેશસિંહ માંગુસિંગ રાજપુત નામના ૩૫ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક મારામારીના બનાવમાં ઈજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા આ મારામારીના કેસની આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.






Latest News