મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામથી ધ્રોલિયા જતી વીજ લાઇનનું કામ કરતાં કોન્ટ્રાક્ટરનો ખેડૂતો સાથે બેફામ વાણીવિલાસ


SHARE







ટંકારાના નેકનામથી ધ્રોલિયા જતી વીજ લાઇનનું કામ કરતાં કોન્ટ્રાક્ટરનો ખેડૂતો સાથે બેફામ વાણીવિલાસ

ટંકારા તાલુકાના નેકનામ ગામથી ધ્રોલિયા જતા રસ્તા ઉપર આવેલ ખેડૂતોની ખેતીની જમીન પાસે વીજ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા વીજ પોલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેની સામે ખેડૂતોએ વાંધો લીધેલ છે અને કોન્ટ્રાક્ટર દ્વારા તેઓની સાથે બેફામ વાણીવિલાસ કરવામાં આવતો હોવાથી ખેડૂતો દ્વારા આ અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે જેથી કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને આ સમગ્ર બનાવવાની તપાસ કરવા માટે થઈને સૂચના આપવામાં આવી છે

ટંકારા તાલુકાના નેકનામ ગામ થી ધ્રોલિયા ગામ તરફ જવાનો રસ્તા ઉપર જુદા જુદા ખેડૂત ખાતેદારોની જમીન આવેલ છે અને ત્યાં વીજ કંપનીના કોન્ટ્રાક્ટર કરસનભાઈ દ્વારા પવનચક્કીથી ઉત્પન્ન થયા પાવરને વીરવાવના સ્ટેશન સુધી પહોંચાડવા માટે વીજ પોલ નાખવા માટેની કામગીરી છેલ્લા ત્રણેક મહિનાથી કરવામાં આવી રહી છે અને તેની સામે ખેડૂતો દ્વારા વાંધો લેવામાં આવ્યો છે જેથી વીજ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા દાદાગીરી કરીને ત્યાં કામગીરી કરવા માટે થઈને પ્રયાસ કરવામાં આવતા હોવાની ખેડૂત ખાતેદાર જીવણભાઈ ભીખાભાઈ મેરિયા, દેત્રોજા પરેશભાઈ, ડાયાભાઈ લવજીભાઈ, વી.એચ. હાલપરા, જીતેન્દ્રભાઈ દામજીભાઈ, બચુભાઈ જીવાભાઈ અને મગનભાઈ પોપટભાઈ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે અને વીજ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા તેઓની સાથે બેફામ વાણી વિલાસ કરવામાં આવી રહ્યો છે તેવી મૌખિક રજૂઆત કલેકટરને કરવામાં આવી હતી જેથી મોરબી જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને મોરબીના પ્રાંત અધિકારીને આ સમગ્ર બનાવની તપાસ કરવા માટે થઈને સૂચના આપવામાં આવી છે






Latest News