મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત


SHARE











મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામેથી હળવદ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મૂળ ધાંગધ્રા નજીકના કંકાવટી ગામના કોળી યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડીથી હળવદ રોડ તરફ પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા મુકેશ ચંદુભાઈ કોપરાણી જાતે કોળી (ઉંમર ૨૩) રહે.કંકાવટી તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર હાલ રહે મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક વાળાને ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ વડે સારવાર માટે સિવિલે ખસેડાયો હતો અને અહીં ટૂંકી સારવાર દરમિયાન મુકેશ ચંદુભાઇ કોપરાણી નામના યુવાનનું મોત નિપજયુ હતુ બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.

બાળક સારવારમાં

મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર રહેતા જયપાલ કાળુભાઈ વેકરીયા નામના ૧૫ વર્ષના બાળકને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં આયુષ હોસ્પિટલ ખસેડાયો હતો બનાવની વધુમાં મળતી માહિતી મુજબ જયપાલ કાળુભાઈ વેકરીયા નામનો બાળક બાઇકમાં બેસીને જતો હતો ત્યારે આમરણ જતા સમયે ઉટબેટ અને સામપર ગામની વચ્ચે રસ્તામાં મેલડી માતાના મંદિર પાસે તેનું બાઈક અન્ય બાઇક સાથે અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમાં જમણા પગના ભાગે ઇજા થતાં જયપાલ વેકરીયાને સારવાર માટે ખસેડાયો હતો હાલ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.






Latest News