મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી નજીક સીરામીક કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાન સારવારમાં


SHARE







મોરબીના ટિંબડી નજીક સીરામીક કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાન સારવારમાં

મોરબી માળિયા હાઇવે ઉપર ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ સીરામીક કારખાનામાં મજૂરી કામ દરમિયાન યુવાનનો હાથ મશીનમાં આવી ગયો હતો જેથી ગંભીર રીતે ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે ઈવાન્ટા સીરામીકમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યસદીપ દશરથભાઈ પાલ (૧૮) નામનો યુવાન કારખાનામાં મશીન ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમિયાન તેનો હાથ મશીનમાં આવી ગયો હતો જેથી કરીને તેને ગંભીર ઈજા થઇ હોવાથી યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં ઇજા પામેલા યુવાને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ કાળુભાઈ સાદુરભાઈ વાઘેલા (૨૩) તથા સાદુરભાઈ દેવશીભાઈ વાઘેલા (૫૦) ને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે

ઝરી દવા પીધી

વાંકાનેર તાલુકાના વાકિયા ગામની સીમમાં મુન્નાભાઈની વાડીએ વાકિયા ગામે રહેતો ધીરજ જેસિંગ અજાણા (૨૨) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવવાની આગળની તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે






Latest News