ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ટ્રાન્સપોર્ટરે અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE









વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ટ્રાન્સપોર્ટરે અંતિમ પગલું ભરી લેતા મોત 

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ટ્રાન્સપોર્ટર યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃત દેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને કયા કારણોસર આપઘાત કરલે છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની પંચશીલ સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર જય મનોજભાઈ ખોરજા (૩૦) નામના યુવાને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ચોકડી પાસે તેની સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધનું મોત

વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં અંદર રહેતા હેમંતભાઈ નરશીભાઈ કાપડિયા (૬૪) નામના વૃદ્ધને અગમ્ય કારણોસર વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ અંગેની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

આધેડનું મોત

મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા દેવજીભાઈ કમાભાઈ ચાવડા (૫૫)ને છાતીમાં દુખાવો ઉપાડતા તેઓનું મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News