મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કુંભારીયામાં ગાળો બોલવાની ના કહેતા ચાર શખ્સોએ દાદા-પૌત્રી ઉપર કર્યો કુહાડી-ધોકા વડે હુમલો


SHARE







માળીયા (મી)ના કુંભારીયામાં ગાળો બોલવાની ના કહેતા ચાર શખ્સોએ દાદા-પૌત્રી ઉપર કર્યો કુહાડી-ધોકા વડે હુમલો

માળીયા મીયાણા તાલુકાના કુંભારીયા ગામે શેરીમાં કૂતરાને ધોકા પડે માર મારીને ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના પાડી હતી જેથી કરીને તેની સાથે અન્ય ત્રણ શખ્સોને લાવીને યુવતી તથા તેના દાદાને કુહાડી અને ધોકા વડે માર માર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઇજા પામેલ યુવતીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર લીધા બાદ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના કુંભારીયા ગામે રહેતી સોનલબેન દિનેશભાઈ મોરતરીયા જાતે કોળી (૧૮) નામની યુવતીએ હાલમાં ભરતભાઈ સોંડાભાઈ, કાનાભાઈ સોંડાભાઈ, રાજેશભાઈ સોંડાભાઈ અને શત્રુઘ્ન ઉર્ફે દકુડો સોંડાભાઈ રહે. બધા કુંભારીયા ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવી છે કે, તેઓની શેરીમાં ભરત સોંડાભાઈ કૂતરાને માર મારતા હતા અને ગાળો બોલતા હતા જેથી કરીને સોનલબેન અને તેના દાદા ગોરધનભાઈએ ગાળો બોલવાની તેને ના પાડી હતી જેથી આરોપી ભરતભાઈ ત્યાંથી ચાલ્યા ગયા હતા જોકે રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં ભરતભાઈ ધોકો લઈને તથા કાનાભાઈ કુહાડી લઈને તેઓના ઘર પાસે આવ્યા હતા અને અમારી સામે ફરિયાદ કરવા જાવ છો તેમ કહીને ઝઘડો કરી બોલાચાલી કરી હતી અને સોનલબેનના દાદા ગોરધનભાઈને ધોકા વડે માર માર્યો હતો અને ત્યારે સોનલબેન તેઓને બચાવવા વચ્ચે પડતા કાનાભાઈએ તેના હાથમાં રહેલ કુહાડી વડે સોનલબેનના ડાબા હાથની આંગળીમાં ઇજા કરી હતી તેમજ રાજેશભાઈ અને શત્રુઘ્નએ તેઑને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલ યુવતીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News