મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં શોભાયાત્રા બાદના કચરાના નિકાલ માટે સફાઈ અભિયાન


SHARE







મોરબીમાં શોભાયાત્રા બાદના કચરાના નિકાલ માટે સફાઈ અભિયાન

મોરબીમાં રામનવમી નિમિતે સર્વ હિન્દૂ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તેંમજ નહેરુ ગેઇટ ચોકમાં રાત્રે ભજન સંધ્યા સાહિતના ભક્તિસભર કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આથી શોભાયાત્રાને કારણે મુખ્યમાર્ગો અને નહેરુ ગેઇટ ચોકે રાત્રે આ કાર્યક્રમને લીધે મોટી માત્રામાં કચરો એકઠા થયો હતો. આ કાર્યક્રમ મોડી રાત્રે પૂરો થયો હતો.જો કે નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા દરરોજ રાત્રે સફાઈ કરવામાં આવે છે. પણ ગતરાત્રે વધુ કચરો થયો હોય એકલા હાથે આ કચરાની સફાઈ શક્ય ન હતી.આથી સાથી હાથ બઢનાની જેમ યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરોએ મોડી રાત્રે કાર્યક્રમ પતાવી જવાબદારી પુરી થયાનું સમજવાને બદલે આ કચરો ઉપડવાની પોતાની પણ નૈતિક જવાબદારી સમજીની રાત્રે કચરો દૂર કરવા સાવરણા-ઝાડુ લઈને મંડી પડ્યા હતા. યંગ ઇન્ડિયાના દેવેનભાઈ રબારી સહિત તમામ કાર્યકરોએ મોડી રાત્રી સુધી સફાઈ કરી હતી અને નગરપાલિકાના સફાઈ કર્મીઓ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરોએ નહેરુ ગેઇટ ચોક સહિતના મુખ્યમાર્ગો ઉપર થયેલા કચરાની સફાઈ કરીને પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.






Latest News