મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના ધનાળા ગામે હલર ઉપર કામ કરતાં સમયે વીજ લાઈને આદિ જતાં શોક લગતા યુવાનનું મોત


SHARE











હળવદના ધનાળા ગામે હલર ઉપર કામ કરતાં સમયે વીજ લાઈને આદિ જતાં શોક લગતા યુવાનનું મોત

હળવદ તાલુકાના ધનાળા ગામે ઘર પાસે હલર ઉપર ચડીને કામ કરતા સમયે વીજ કંપનીની લાઈનને અડી જતા યુવાનને વીજ શોક લાગ્યો હતો અને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ધનાળા ગામે રહેતા શૈલેષભાઈ વાસુદેવભાઈ કંઝારીયા જાતે સતવારા (૩૬) પોતાના ઘરે હતા ત્યારે પોતાના ઘર પાસે હલર ઉપર ચડીને કામ કરી રહ્યા હતા તે દરમિયાન ઉપરથી પસાર થતી વીજ કંપનીની લાઈનને અડી જતા તેને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ આર.એમ. ઝાલા ચલાવી રહ્યા છે

દેશી દારૂ

મોરબી શહેરમાં આવેલ જોન્સનગર શેરી નં-૧૧ માં રહેતા હુસેનભાઇ સીદીકભાઈ ખોડના કબજા વાળા ડેલામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૪૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૮૦૦૦ ની કિંમતનો દેશી દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જોકે આરોપી હુસેનભાઇ ખોડ હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News