મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં વાહનની નીચે રીપેરીંગ કામ કરતાં ડ્રાઈવરનું મોઢું છૂંદાઈ જવાથી મોત


SHARE







માળીયા (મી) નજીક બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં વાહનની નીચે રીપેરીંગ કામ કરતાં ડ્રાઈવરનું મોઢું છૂંદાઈ જવાથી મોત

મોરબી કચ્છ હાઇવે ઉપર સૂરજબારી પાસે આવેલ ચેકપોસ્ટ નજીક રોડ સાઈડમાં ટ્રક કન્ટેનર ઊભું રાખીને નીચેના ભાગમાં ડ્રાઇવર રીપેરીંગ કામ કરી રહ્યો હતો ત્યારે પાછળથી આવેલ ટ્રક ટેલરના ચાલકે તેનું વાહન રોડ સાઈડમાં ઉભેલા ટ્રક કન્ટેનરની પાછળના ભાગમાં અથડાવ્યું હતું જેથી કરીને ટ્રકની નીચે રહેલ ડ્રાઇવરના મોઢા અને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં આ બનાવ સંદર્ભે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં કચ્છ જિલ્લાના મુન્દ્રામાં આવેલ આશાપુરા નગર પાસે જિંદાલ સોસાયટીમાં રહેતા લાલજીભાઈ રામજતનભાઈ પાલ જાતે રબારી (૪૨) એ ટ્રક ટેલર નંબર આરજે ૭ જીસી ૮૦૩૬ ના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી કચ્છ હાઇવે ઉપર આવેલ સુરજબારી ચેકપોસ્ટ નજીક કચ્છથી માળિયા તરફ આવવાના રસ્તા ઉપર રોડ સાઈડમાં ટ્રક કન્ટેનર ગાડી નંબર જીજે ૧૪ ઝેડ ૬૦૪૦ ઉભી રાખીને તેનો ડ્રાઇવર આનંદકુમાર હરિલાલ પાલ (૨૭) ગાડીની નીચેના ભાગમાં રીપેરીંગ કામ કરી રહ્યો હતો ત્યારે પાછળથી આવેલ ટ્રક ટેલર નંબર આરજે ૭ જીસી ૮૦૩૬ ના ચાલકે તેનું વાહન રોડ સાઈડમાં ઉભેલા ટ્રક કન્ટેનરની પાછળ અથડાવ્યું હતું જેથી કરીને ગાડીને ધક્કો લાગતા ગાડીની નીચેના ભાગમાં કામ કરી રહેલ આનંદકુમાર પાલના મોઢાના ભાગે ગાડીનું ટાયર ફરી ગયું હતું અને શરીરે પણ ઇજાઓ થઈ હતી જેથી ગંભીર ઈજા થતાં આનંદકુમાર પાલનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક ત્યાંથી નાસી ગયો હોય હાલમાં પોલીસે લાલજીભાઈ પાલની ફરિયાદ લઈને ટ્રક ટેલરના ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે શરૂ કરેલ છે






Latest News