મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાએ ઘરમાં અંતિમ પગલું ભરીને જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીમાં મહિલાએ ઘરમાં અંતિમ પગલું ભરીને જીવન ટૂંકાવ્યું

મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં આવેલ પચીસ વારિયામાં રહેતી મહિલાએ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાની માતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં પચીસ વારિયામાં રહેતા મીનાબેન ગફારભાઈ જેડાની દીકરી રૂબીનાબેન ગફારભાઈ જેડા (૩૬) તેઓની સાથે રહેતી હતી દરમિયાન તેણે કોઈ કારણોસર ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક મહિલાના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવ અંગે મૃતક મહિલાની માતા મીનાબેન ગફારભાઈ જેડા (૬૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાને બે સંતાન છે અને તે છેલ્લા ઘણા સમયથી તેના માવતર સાથે રહેતી હતી જોકે ત્યારે કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

વરલી જુગાર
માળીયા મીયાણામાં વાગડિયા ઝાંપા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હિતેશ નારણભાઈ ચાવડા જાતે ખવાસ (૩૮) રહે. મેઇન બજાર કન્યાશાળા પાસે માળિયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૪૯૦ ની રોકડ અને ૫૦૦ ની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને ૯૯૦ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને તેની ધરપકડ કરી હતી અને આ આરોપી પાસેથી સલમાનભાઈ હુસેનભાઇ સધવાણી અને હુસેનભાઇ કાસમભાઇ સધવાણીના નામ સામે આવ્યો હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News