મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

જુસાને ઠામ મારી નાખવો છે: મોરબીમાં જૂસબ જામ નામના યુવાન ઉપર જીવલેણ હુમલો: દસ શખ્સોએ છરીના આઠ ઘા ઝીકયા


SHARE







જુસાને ઠામ મારી નાખવો છે: મોરબીમાં જૂસબ જામ નામના યુવાન ઉપર જીવલેણ હુમલો: દસ શખ્સોએ છરીના આઠ ઘા ઝીકયા

મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ જૂની પોસ્ટ ઓફીસ પાસે યુવાન તેના સાળા તેમજ તેના મિત્રોની સાથે બેઠો હતો ત્યારે ૧૦ જેટલા શખ્સો હાથમાં છરી લઈને આવ્યા હતા અને બેફામ ગાળો આપીને જૂસબ હબીબભાઈ જામ નામના યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આરોપી “આજે તો આ જુસાને ઠામ મારી નાખવો છે જેથી ફરીવાર કોઇ દિ આડો ન આવે” તેવું કહીને તેને શરીર ઉપર આડેધડ છરીના ઘા મારી રહ્યા હતા અને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યાર બાદ આરોપીઓ ત્યાંથી નાશી જતાં ઇજાગ્રસ્ત યુવાનના બનેવી તેને મોરબીની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપીને ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને ઇજાગ્રસ્તના બનેવીની ફરિયાદ લઈને પોલીસે હત્યા પ્રયાસ, રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નેશનલ હાઇવે રોડે આવેલ વસુંધરા હોટેલ પાસે કાંતીનગર મસ્જીદની બાજુમા રહેતા ફતેમામદભાઇ દાઉદભાઇ કટીયા જાતે મીયાણા (૪૫)એ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે મોરબીના વેજીટેબલ રોડે રહેતા તેના સસરા હબીબભાઇ જામના ઘરે ગયો હતો ત્યાંથી તેના સાળા જુસબભાઇ હબીબભાઇ જામ સાથે બજારમાં ગયો હતો અને મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ જૂની પોસ્ટ ઓફીસ પાસે જુસબના મીત્રો મયુસિંહ દરબાર, સોહિલ સુમરા તથા સાજીદ સુમરા સાથે બેઠો હતો અને બધા વાતો કરી રહ્યા હતા ત્યારે દસેક વાગ્યાના અરસામાં ત્યા અસલમભાઇ હાજીભાઇ, શાહરૂખ હાજીભાઇ તથા અલ્તાફ હાજીભાઇ અને તેની સાથે છથી સાત બીજા માણસો આવ્યા હતા અને અને અસલમ, શાહરૂખ અને બીજા ત્રણેક શખ્સોના હાથમા છરીઓ હતી અને તેઓ બેફામ ગાળો બોલવા લાગેલા હતા અને ફરિયાદીના સાળા જુસબ હબીબભાઈ જામને મારી નાખવાના ઇરાદે અસલમ તથા શાહરૂખ તથા બીજા બધા આરોપીઓએ આડેધડ છરીના ઘા માર્યા હતા ત્યારે ફરિયાદી વચ્ચે પડતાં તેને ડાબા હાથમા ખભા પાસે છરીનો એક ઘા માર્યો હતો અને જૂસબને છરીના ઘા મારતા સમયે આરોપીઓ કહેતા હતા કે “આજે તો આ જુસાને ઠામ મારી નાખવો છે જેથી ફરીવાર કોઇ દિ આડો ન આવે” અને છરીના ઘા મારીને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો અને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા ત્યાર બાદ ફરિયાદી તેના સાળાને ૧૦૮ મારફતે મોરબીની સમર્પણ હોસ્પીટલમાં લઇ ગયો હતો

આ બનાવમાં આરોપીઓએ ફરિયાદીના સાળા જુસબને પેટ, કમર, પગ અને હાથના ભાગે અલગ અલગ સાત થી આઠ છરીના ઘા ઝીકયા હતા અને આ ઘટના બની ત્યારે ફરિયાદીની સાથે રહેલા સાજીદભાઇ સુમરા તથા સોહીલભાઇ સુમરાએ કહ્યું હતું કે, આ મારામારી કરવા અસલમ તથા તેના ભાઇઓ તે ઉપરાંત રાહુલ કોળી, અનીશ સુમરા, સાહિલ બાડો જેડા, રમજાન મોવર, રીયાઝ જેડા તથા બીજા બે અજાણ્યા માણસો આવ્યા હતા અને ફરિયાદીના સાળા જુસબભાઇને વધુ ઇજા થયેલ હોવાથી તેને પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આજથી બે થી અઢી મહીના પહેલા ફરિયાદીના સાળાઓને તથા હાજીભાઇ સીદીકભાઇ ખોડ સાથે ઝઘડો થયેલ હતો અને ત્યારે ફરિયાદીના સાળાઓને સામે વાળાને મારમાર્યો હતો તેનો જુનો ખાર રાખીને હાજીભાઇના છોકરાઓ તેમના સાથે બીજા માણસોને છરીઓ સાથે લઈને આવ્યા હતા અને જુસબભાઇ જામને મારી નાખવા જીવલેણ હુમલો કરીને આડેધડ છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા હાલમાં પોલીસે આઇપીસી ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬ (૨), જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News