મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાંથી સોલાર પેનલોની ૨૭.૩૦ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સની ૩૭.૩૦ લાખના મુદામાલ સાથે ધરપકડ


SHARE







ટંકારા તાલુકામાંથી સોલાર પેનલોની ૨૭.૩૦ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સની ૩૭.૩૦ લાખના મુદામાલ સાથે ધરપકડ

ટંકારા તાલુકાના વિરવાવ ગામે ખુલ્લા પ્લોટમાં સોલાર પાવર પ્લાન્ટની પેનલો મૂકવામાં આવી હતી જેમાંથી ૧૫૫ પેનલોની ચોરી કરવામાં આવેલ હતી જેથી ૨૭.૩૦ લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઈ હોવા કંપની કર્મચારીએ અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચોરીમાં ગયેલ મુદામાલ તેમજ ટ્રક મળીને ૩૭.૩૦ લાખનો મુદામાલ કબજે કરલે છે 

બનાવની મળતી માહિતી મુજબ રાજકોટમાં પુષ્કળધામ રોડ ઉપર આવેલ વ્રજવાટિકા ફ્લેટ નંબર ૧૦૧ માં રહેતા ખીલનભાઈ હરેશભાઈ સાવલિયા જાતે પટેલ (ઉંમર વર્ષ ૨૪) એ અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું છે કે તેઓની ઓનિક્સ સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સોલાર પાવર પ્લાન્ટની પેનલો ગત તા ૧૪/૩/૨૦૨૩ ના સાંજથી લઈને બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ટંકારા તાલુકાના વીરવાવ ગામે વિક્રમસિંહ ચંદુભા જાડેજાના ખુલ્લા પ્લોટમાં મૂકવામાં આવી હતી જે પેનલોમાંથી ૧૫૫ જેટલી પેનલોની ચોરી કરવામાં આવેલ છે જેથી ૨૭,૩૦,૭૨૮ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ ચોરી કરવામાં આવ્યો હોય કંપનીના કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે ટંકારા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

દરમ્યાન ખાનગી બાતમીદાર આધારે થાણાના એએસઆઇ ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ, કૌશિકકુમાર રતિલાલ ખેાડીયા તથા સિધ્ધરાજ અર્જુનસિંહ ઝાલાને મળેલ સયુક્ત બાતમી આધારે આ ગુન્હાના કામે આરોપી ખુમાનસિગ દુર્ગસિગ પઢીયાર જાતે રજપુત (૨૮) રહે. તલીયા રાજ્યુતોકા વાસરેડાના તાલુકો શીવ જીલ્લો બાડમેર રાજસ્થાન તથા ગુલામ પનુ રાઉમા જાતે સંધી મુસ્લીમ (૩૮) રહે. બન્ને કી બસ્તી તાલુકો “રામસર જીલ્લો બાડમેર(રાજસ્થાન) વાળાને ઝડપી પડેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલા મુદામાલ તેમજ ચોરીમાં ઉપયોગમા લિધેલ વાહન ટાટા એલ.પી.ટી. ૧૫૧૨ જેની કિંમત ૧૦,૦૦,૦૦૦ આમ કુલ મળીને ૩૭.૩૦ લાખનો મુદામાલ કબજે કરલે છે આ કામગીરી પીએસઆઈ એચ.આર. હેરભા, ફારૂકભાઇ પાકુબભાઇ પટેલ, વિજયભાઇ નાગજીભાઇ બાર, ભાવેશકુમાર ધિરજલાલ વરમોરા, શૈલેષભાઇ ઓધવજીભાઇ ફેફર, ગૌરવભાઇ કનુભા ગઢવી, કૌશિકકુમાર રતિલાલ પેઢડીયા, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે






Latest News