મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી બ્રેકીંગ : વાંકાનેરના કોટડા નાયાણી ગામે કૂવો ગાળતા ૩ લોકોના મોત


SHARE







મોરબી બ્રેકીંગ : વાંકાનેરના કોટડા નાયાણી ગામે કૂવો ગાળતા ૩ લોકોના મોત

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં બનેલો બનાવ

વાંકાનેરના કોટડા નાયાણી ગામે કુવો ગાળતા થયો અકસ્માત

કુવા ગાળતા સમયે ભેખડ ઘસી પડતા ત્રણ મજુર દટાયા

ભેખડ નીચે દટાયેલા ત્રણેય મજુરોના મોત નિયજ્યા

બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે ખેતરમાં કૂવો ગાળતા સમયે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ખોદકામ દરમિયાન ભેખડ ઘસી પડતા ખોદકામ કરી રહેલા ત્રણ મજૂરો દટાયા હતા અને ત્યારબાદ તેમનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવતા બે લોકોના મોત નિપજયા હોય બે લોકોના મૃતદેહ જ હાથ લાગ્યા હતા જેથી બે મજુરોના મૃતદેહને વાંકાનેર સિવિલ ખાતે ખસેડાયા હતા જ્યારે એક મજુરને બેભાન હાલતમાં રાજકોટ લઈ જવાતા ત્યાં ટુંકી સારવારમાં તેનું મોત નીપજયુ હતુ અને મૃતદેહ રાજકોટ હોવાનું હાલ પોલીસ સૂત્રોમાંથી પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસ મથકના સોનારા આગળની તપાસ ચલાવી રહ્યા છે.મૃતકો સ્થાનિક મજૂરો હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે

જે બે વ્યક્તિના વાંકાનેર ખાતે મોત થયા છે તેમા નાગજીભાઈ સોમાભાઈ સિતાપરા (૪૦) અને મનસુખભાઈ પોપટભાઈ સોલંકી (૪૫) નો સમાવેશ થાય છે અને જે ઇજાગ્રસ્તને રાજકોટ લઇને ગયા હતા તેનું નામ વિનુભાઇ બચુભાઈ ગોરીયા છે અને તેનુ ત્યાં સારવાર દરમ્યાન મોત થયુ હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે અને કોટડા નાયાણી ગામે ફિરોઝભાઈ હુસેનભાઇ કાતીયરની વાડીએ કુવામાં ઘટના બનેલ છે

 






Latest News