મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વીજ કંપનીનો કોન્ટ્રાકટર એક જ સર્વિસ રીક્વેસ્ટ આધારે બે ટ્રાન્સફોર્મર લઈ ગયો !: હવે છેતરીપીંડી-વિશ્વાસઘાતની ફરિયાદ


SHARE







વાંકાનેરમાં વીજ કંપનીનો કોન્ટ્રાકટર એક જ સર્વિસ રીક્વેસ્ટ આધારે બે ટ્રાન્સફોર્મર લઈ ગયો !: હવે છેતરીપીંડી-વિશ્વાસઘાતની ફરિયાદ

વાંકાનેરના નવાપરામાં ક્રીષ્ના આઇસ ફેક્ટરી પાસે પી.જી.વી.સી.એલ.ની સ્ટોર ઓફીસ આવેલ છે ત્યાંથી પી.જી.વી.સી.એલ. મા લાઇન કામ કોન્ટ્રાક્ટર રાખનારા કોન્ટ્રાકટર દ્વારા એક જ સર્વિસ રીક્વેસ્ટ નંબર આધારે બે ટ્રાન્સફોર્મર મેળવી લેવામાં આવ્યા હતા અને તે બે પૈકીનાં એક ટ્રાન્સફોર્મરને તેને વેચી નાખ્યું છે જેથી કરીને હાલમાં વાંકાનેર પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટર સામે ૧,૦૧,૨૯૫ ની કિંમતના ટ્રાન્સફોર્મરને છેતરીપીંડી અને વિશ્વાસઘાતની મેળવીને વેચી દીધું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર પરેશભાઇ શરદચંદ્ર ધુલીયા જાતે વાણીયા (૫૪)એ પી.જી.વી.સી.એલ.મા લાઇન કામ કોન્ટ્રાક્ટર અલ્પેશ જે. મેર (શ્રી નિલેષ કોન્ટ્રાક્ટર)ની સામે છેતરીપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૦૨/૦૯/૨૦૨૧ ના રોજ વાંકાનેરમાં નવાપરામાં આવેલ ક્રીષ્ના આઇસ ફેક્ટરી પાસે પી.જી.વી.સી.એલ.ની સ્ટોર ઓફીસ આવેલ છે ત્યાંથી આરોપી પી.જી.વી.સી.એલ. મા લાઇન કામ કોન્ટ્રાક્ટર છે જેથી તેને પી.જી.વી.સી.એલ.ના વાંકાનેર તાલુકાના પાજ ગામે અરજદાર માથુકીયા મહમદ અલાવદી એસ.આર. (સર્વિસ રીક્વેસ્ટ નંબર) ૧૩૫૬૫૧૮૨ વાળાને કનેક્શન આપવા માટે ૬૩ કે.વી.એ. નું ટ્રાન્સફોર્મર ઉભુ કરવા ટ્રાન્સફોર્મર સીરીયલ નંબર ૮૮૫૬ વાળુ મેળવ્યું હતું અને ત્યાર બાદ ફરી પાછા તે જ સર્વિસ રીક્વેસ્ટ નંબર ૧૩૫૬૫૧૮૨ થી ટ્રાન્સફોર્મર સીરીયલ નંબર ૯૮૮ વાળુ ૬૩ કે.વી.એ. નું મેળવ્યું હતું આમ એક જ સર્વિસ રીક્વેસ્ટ નંબરથી બે ટ્રાન્સફોર્મર લઈ લીધા હતા અને રૂપિયા ૧,૦૧,૨૯૫ નું ટ્રાન્સફોર્મર છળકપટથી સ્ટોર રૂમમાંથી મેળવીને બે પૈકીનાં સીરીયલ નંબર ૯૮૮ વાળા ટ્રાન્સફોર્મરને વેચી દઇ પી.જી.વી.સી.એલ. સાથે છેતરીપીંડી અને વિશ્વાસઘાત કરી છે જેથી કરીને હાલમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની ફરિયાદ લઈને કોન્ટ્રાક્ટર અને તેની સાથે સંડોવાયેલ હોય તેની સામે આઇપીસી કલમ ૪૦૬૪૨૦ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News