મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ આજે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે


SHARE







ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ આજે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના માળિયા મિયાણા સ્ટેશન એ થી માળિયા મિયાણા સ્ટેશન બી વચ્ચે ડબલિંગની કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થનારી ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, ૨૫ માર્ચના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા માળિયા મિયાણા-ધ્રાંગધ્રા-વિરમગામ થઈને દોડશે. જેથી કરીને આ ટ્રેન મોરબી, વાંકાનેર અને સુરેન્દ્રનગર સ્ટેશને જશે નહીં જેથી કરીને આ સ્ટેશનના મુસાફરોને ટ્રેનના ફેરફારને ધ્યાનમાં લેવા અધિકારી જણાવ્યુ છે

'વિશ્વ ટીબી દિવસ'ની ઉજવણી કરાઇ

રાજકોટ રેલવે ડિવિઝનમાં 'વિશ્વ ટીબી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ ડીવીઝનના ડીવીઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને પ્રિન્સીપલ ચીફ મેડીકલ ડાયરેકટર, મુંબઈ ડો. છત્તરસિંહ આનંદના માર્ગદર્શન હેઠડ ચીફ મેડીકલ સુપરિન્ટેન્ડેન્ટ, રાજકોટ ડો. રાજકુમારની અધ્યક્ષતામાં ડિવિઝનલ રેલવે હોસ્પિટલ, રાજકોટના તમામ ડોકટરો અને પેરા-મેડીકલ સ્ટાફ દ્વારા 'વિશ્વ ટીબી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ડો.રાજકુમારે જણાવ્યું હતું કે "વિશ્વ ટીબી દિવસ" નો હેતુ લોકોને ટીબી વિશે જાગૃત કરવાની સાથે તેના નિવારણ માટે પ્રયત્નો કરવાનો છે. ટીબી માત્ર દર્દીના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરતું નથી, પરંતુ ટીબીની સામાજિક અને આર્થિક અસરો પણ ખતરનાક છે. ત્યાર બાદ રેલવે હોસ્પિટલના ડો.સમુદ્ર માને અને ચીફ નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ શ્રીમતી એન.પદ્માચાએ હોસ્પિટલના મેડિકલ સ્ટાફને ટીબીના દર્દીઓની સારવાર કેવી રીતે કરવી તેની ઉપયોગી માહિતી આપી હતી.






Latest News