મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં દસ્તાવેજ નોંધણીના ટોકન ન મળતા ૯૦૦ પક્ષકારો હેરાન: પૂરતા સ્લોટ ફાળવવા રેવન્યુ બાર એસો.ની રજુઆત


SHARE







મોરબીમાં દસ્તાવેજ નોંધણીના ટોકન ન મળતા ૯૦૦ પક્ષકારો હેરાન: પૂરતા સ્લોટ ફાળવવા રેવન્યુ બાર એસો.ની રજુઆત 

રાજ્યમાં નવો જંત્રી દર લાગુ પડે તે પહેલા દસ્તાવેજ કરવા માટે આસામીઓ પડાપડી કરી રહ્યા છે જો કે, સ્લોટ ન હોવાથી તેઓને ટોકન મળી રહ્યા નથી જેથી કરીને આસામી હેરાન થઈ રહ્યા હે ત્યારે મોરબીની વાત કરી તો મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ નોંધણીમાં હાલમાં આગામી તા ૧૫/૪ સુધીનું બુકિંગ થઈ ગયું છે જેથી કરીને ૯૦૦ જેટલા પક્ષકારોને ટોકન મળી રહ્યા નથી એટ્લે કે તેઓને જૂની જંત્રીનો લાભ મળશે નથી જેથી કરીને વ્યવસ્થાકીય ખામીને દૂર કરીને લોકો માટે પૂરતા સ્લોટ ફાળવવા રેવન્યુ બાર એસો.ના પ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

મોરબી રેવન્યુ બાર એસોસિએશના પ્રમુખ પિયુષભાઈ રવેશીયાએ હાલમાં મોરબી સબ રજિસ્ટ્રાર અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ૧૫ એપ્રિલ સુધીના તમામ ટોકન આસામીઓને આપી દેવામાં આવ્યા છે જો કે, આજની તારીખે ૯૦૦ જેટલા પક્ષકારોને દસ્તાવેજ માટે ટોકન લેવા છે પરંતુ તેને ટોકન મળી રહ્યા નથી જેથી તે લોકો જુના જંત્રી દર મુજબ દસ્તાવેજ બનાવી શકશે કે નહીં તે સવાલ છે જેથી કરીને સ્લોટનો સમય ઘટાડીને વધુમાં વધુ લોકોને તેનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી અગાઉ માંગ કરવામાં આવી હતી ત્યાર બાદ વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ટોકન માટે પોર્ટલ ઉપર જેવા સ્લોટો બહાર પડે કે તુરત જ ટોકન બુક થઈ જાય છે અને આજની તારીખે તા ૧૫/૪ સુધીના તમામ ટોકન બુક થઈ ગયા છે. જેથી ૯૦૦ જેટલા પક્ષકારો ટોકનથી વંચિત ન રહે તેના માટે પૂરતા સ્લોટો ફાળવવા અને સ્ટાફ ઓછો હોય વધુ એસટીએફ મૂકવાની માંગ કરવામાં આવી છે તેમજ શનિવાર અને રવિવારે રજાના દિવસોમાં પણ કામ ચાલુ રાખવા માંગણી કરવામાં આવી છે






Latest News