મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી : નવા ધનાળા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા દલવાડી યુવાનનું મોત


SHARE







મોરબી : નવા ધનાળા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા દલવાડી યુવાનનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા ધનાળા ઘનશ્યામનગર ખાતે રહેતા દલવાડી યુવાનને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે અને બનાવ સંદર્ભે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રએ જણાવેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હળવદ તાલુકાના નવા ધનાળા ગામે આવેલ ઘનશ્યામનગર વિસ્તારમાં રહેતા શૈલેષ વાસુદેવભાઈ કણજારીયા નામના ૩૪ વર્ષના યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હોવાથી તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને અહીં ટૂંકી સારવાર દરમિયાન શૈલેષ કણજારીયાનું મોત નીપજયુ હતું.જેથી મૃતકના ડેડબોડીને પીએમ માટે ખસેડવામાં આવ્યું હતું.સિવિલ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલી હોય હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ હળવદ પંથકનો હોય હળવદ પોલીસને આગળની તપાસ અર્થે જાણ કરી હતી.

મારામારીના બનાવમાં બેને ઈજા

મોરબીના નવલખી હાઇવે ઉપર લુંટાવદર ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સચિન ગુડ્ડુભાઈ બેનજારા (૨૧) અને ફુલ્લુભાઈ સચિનભાઈ બેનજારા (ઉંમર ૩) રહે.બંને લુંટાવદર તાલુકો જીલ્લો મોરબી નામના પિતા-પુત્રને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હોય બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામે રહેતા યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.સિવિલ હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસમાં જાણ કરી જણાવવામાં આવ્યું હતું કે બેલા ગામ પાસે રહેતા સંતોષ સુરેશભાઈ હવાલા નામના ૩૦ વર્ષના યુવાનને બેલા ગામની પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચેલ હોય તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે






Latest News