મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રવિવારે નિઃશુલ્ક યોગ-ધ્યાન શિબિર યોજાશે


SHARE







મોરબી જિલ્લામાં રવિવારે નિઃશુલ્ક યોગ-ધ્યાન શિબિર યોજાશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સયુંકત ઉપક્રમે મોરબી જિલ્લામાં રવિવારે નિઃશુલ્ક યોગ-ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શીશુ મંદિર શાળા ખાતે આ શિબિર યોજાવાની છે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકા ખાતે એક જ સમયે "હર ઘર ધ્યાનઘર ઘર યોગ" કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેનો ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થ્યસુખાકારીયોગ પ્રત્યે જાગૃતિતેમજ યોગના પ્રચાર પ્રસાર અંગેનો છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ આવા પ્રકારના જુદા જુદા યોગના કાર્યક્રમો દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધેલોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.ત્યારે મોરબીના શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શીશુ મંદિર શાળા ખાતે તા ૨૬ ને રવિવારે સવારે ૬ થી ૮ નિઃશુલ્ક યોગ ધ્યાન શિબિર યોજાવાની જેમાં મોરબી જિલ્લાની યોગ પ્રેમી જનતાને જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને તે રજીસ્ટ્રેશન https://forms.gle/aR7GEWdTheLQ5jFN6 લીંક ટચ કરીને કરી શકશે તેવું મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર વાલજી પી. ડાભી (૯૫૮૬૨ ૮૨૫૨૭) અને મોરબી ડિસટ્રિક આર્ટ ઓફ લિવિંગ ટીચર-કોર્ડીનેટર હાર્દિકભાઈ ભાલોડીયા (૯૮૨૫૨ ૧૫૫૫૧) એ જણાવ્યુ છે






Latest News