મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામેં ૨૩ મી એપ્રિલે માતા કે પિતા અથવા બંને હયાત ન હોય કે આર્થિક રીતે અક્ષમ હોય તેવી જરૂરિયાતમંદ ૧૧ દીકરીઓનો સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ યોજાશે


SHARE











વાંકાનેરના ભલગામેં ૨૩ મી એપ્રિલે માતા કે પિતા અથવા બંને હયાત ન હોય કે આર્થિક રીતે અક્ષમ હોય તેવી જરૂરિયાતમંદ ૧૧ દીકરીઓનો સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ યોજાશે


વાંકાનેરના ભલગામ ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ૨૩ મી એપ્રિલે સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ યોજાશે.આ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા જેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી અને જે દીકરીઓ દિવ્યાંગ હોય તેવી જરૂરિયાતમંદ ૧૧ દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે.

રાજકોટ -અમદાવાદ હાઇવે પર ભલગામ મુકામે માનવ બુધ્ધ વિહાર ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બૌધ્ધ વિધિથી સર્વ સમાજ સમુહ લગ્ન મહોત્સવ યોજાશેઆ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા જેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી અને જે દીકરીઓ દિવ્યાંગ હોય તેવી જરૂરિયાતમંદ ૧૧ દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે.સમુહલગ્નમાં નોંધણી કરાવવા માટે વહેલાં તે પહેલાંના ધોરણે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે.વધુમાં આ પ્રસંગે ડૉ. લક્ષ્મણભાઈ ચાવડાના સૌજન્યથી વિનામુલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે.જેમાં વિવિધ તબીબી શાખાના નિષ્ણાંત તબીબો દ્વારા વિનામુલ્યે નિદાન, સારવાર તેમજ દવા આપવામાં આવશે.આ ઉપરાંત નેત્રનિદાન કેમ્પ પણ યોજાશે અને વિનામુલ્યે ચશ્મા આપવામાં આવશે.મોતીયા હશે તો રાજકોટની હોસ્પિટલમાં ફ્રી ઓપરેશન કરાવી આપવામાં આવશે.સંસ્થા દ્વારા આર્થિક યોગદાન આપવા અનુરોધ કરાયો છે.આ કાર્યમાં સમ્યક સિનિયર સિટીઝન ક્લબ, અમદાવાદ અને બાજ એન્જીનીયર્સ એસોસીએશન-ગુજરાતનો સહયોગ સાંપડી રહ્યો છે.વધુ માહિતી માટે અજીતકુમાર બૌદ્ધ (મો.૯૫૮૬૩ ૨૩૩૩૨) અથવા સી.એન. અંબાલીયા (મો.૯૮૨૫૧ ૬૫૬૦૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News