મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં શહીદ દિને યંગ ઇન્ડિયા ગ્રુપ-પી.જી.પટેલ કોલેજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ


SHARE







મોરબીમાં શહીદ દિને યંગ ઇન્ડિયા ગ્રુપ-પી.જી.પટેલ કોલેજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

શહીદ દિવસે સમગ્ર દેશે શહીદ ભગતસિંહ, રાજયગુરુ અને સુખદેવની વીરાંજલીને કોટી કોટી પ્રણામ કર્યા છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી. પટેલ કોમર્સ કોલેજ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલથી લઈને ગાંધીચોક સુધી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા પહોચી હતી જેમાં બાળકો અને યુવાનો સહિતના જોડાયા હતા ત્યારે યુવાનોએ વંદે માતરમ તેમજ શહીદો અમર રહોના નારા લગાવી શહીદોની દેશભક્તિને આત્મસાત કરવાના સંકલ્પ લીધા હતા. અને મોરબીના ગાંધીચોકમાં આવેલ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર તેમજ પ્રતીકાત્મક દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ ૧૦૦ યુવાનોએ વ્યસન મુક્તિનો સંકલ્પ લીધો હતો ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, દરેક ભારતીય આદર્શ નાગરિક બનીને જવાબદારીનું વહન કરે તેજ સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. આ તકે પી.જી. પટેલ કોમર્સ કોલેજના આચાર્ય ડો. રવિન્દ્રભાઈ ભટ્ટ સહિતનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો






Latest News