મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ સામે આંગણવાડી વર્કરોમાં રોષ: 10 વર્કર-હેલ્પર સામૂહિક રાજીનામા ધરે તેવી શક્યતા મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવતીએ કોલેજીયન મિત્ર સાથે લગ્ન કરી લીધા હોવાનું ખુલ્યું


SHARE











મોરબીમાંથી ગુમ થયેલ યુવતીએ કોલેજીયન મિત્ર સાથે લગ્ન કરી લીધા હોવાનું ખુલ્યું

મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિવારની યુવતી થોડા દિવસો પહેલા ઘરેથી ગુમ થઈ ગઈ હતી જેથી તેના પિતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ખુલ્યુ હતુ કે યુવતીની સાથે કોલેજમાં ભણતા રાજકોટના યુવાન સાથે યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા છે હાલ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે આ અંગે આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં લાયન્સ સ્કૂલ પાછળ રહેતા મનોજભાઈ ડાયાભાઈ પાધરેસા નામના ૪૪ વર્ષીય યુવાને પોલીસ મથકમાં જાણ કરી હતી કે ગત્ત તા.૪-૩ ના રાત્રીના બે થી પાંચ દરમિયાનમાં તેઓની પુત્રી રાજશ્રીબેન મનોજભાઈ પાધરેસા (ઉમર ૨૩) ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના ચાલ્યા ગયેલ છે અને વધુમાં તેઓએ પોલીસને જણાવ્યું હતું કે તેણી તેના કોઈ બોયફ્રેન્ડના સંપર્કમાં હોય ઘરે કંઈ જાણ કર્યા વિના ચાલ્યા ગયેલ છે તે અંગે પોલીસમાં ગુમશુધા નોંધ દાખલ થયેલી હોય તપાસ અધિકારી વશરામભાઇ મેતા દ્વારા તપાસ ચલાવવામાં આવતા ખુલ્યું હતું કે ગુમ થયેલા રાજશ્રીબેનને તેના સાથે કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના કોઈ યુવાન સાથે પ્રેમ સંબંધ હોય તેણીએ તે યુવીનની સાથે લવ મેરેજ કરી લીધેલા છે..!

વાહન અકસ્માતમાં ઈજા

વાંકાનેર તાલુકાના કોટડા ગામના રહેવાસી જયાબેન અમરશીભાઈ સોલંકી નામની ચાલીસ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા નજીકના છતર ગામ પાસેથી જતા હતા ત્યારે ત્યાં રસ્તામાં મેલડી માતાના મંદિર નજીક તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થતા અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલચરીયા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે હળવદ તાલુકાના વાંટાવદર ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા દિનેશભાઈ અમરશીભાઈ ઠાકોર નામના ૫૪ વર્ષીય આધેડને હળવદ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને વધુ સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News