મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ સામે આંગણવાડી વર્કરોમાં રોષ: 10 વર્કર-હેલ્પર સામૂહિક રાજીનામા ધરે તેવી શક્યતા મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

સોશ્યલ મીડિયાથી સગીરાને ફસાવીને દુષ્કર્મનો મામલો: મોરબીના સ્પેશ્યલ પોકસો કોર્ટે ત્રણ આરોપીને ફટકારી 7થી 20 વર્ષ સુધીની સજા


SHARE











સોશ્યલ મીડિયાથી સગીરાને ફસાવીને દુષ્કર્મનો મામલો: મોરબીના સ્પેશ્યલ પોકસો કોર્ટે ત્રણ આરોપીને ફટકારી 7થી 20 વર્ષ સુધીની સજા 

વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાનો સૌથી વધુ યુવાનો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનાર લોકો માટે લાલબતી સમાન કિસ્સો મોરબીમાં સામે આવ્યો હતો અને પોષ વિસ્તારમાં રહેતી સગીરા સાથે સોશ્યલ મીડિયાથી સંપર્ક કરીને સગીરને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચારીને પૈસા પણ પડાવવામાં આવ્યા હતા આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને તે આરોપીઓનો કેસ આજે મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા જજે ત્રણેય આરોપીઓને અનુક્રમે 7, 10 અને 20 વર્ષની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે

મોરબીની સગીરાનો ઇન્સટાગ્રામના મધ્યમથી સંપર્ક કરીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી ત્યાર બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના આપત્તિજનક ફોટો અને વિડીયો બનાવી લેવાં આવ્યા હતા અને તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી તેમજ આરોપીના મિત્રો સાથે પણ મીત્રતા રાખવા માટે મજબૂર કરવામાં આવી હતી અને ફોટો તેમજ વિડીયોના આધારે તેની પાસે રૂપિયા પણ પડાવવામાં આવ્યા હતા જેથી સગીરાના પિતાએ ત્રણ શખ્સોની સામે મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પોક્સો, દુષ્કર્મ અને આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી મીત ચંદુભાઇ શીરોહીયા જાતે કોળી (22) ધંધો પ્રાઇવેટ નોકરી રહે. સો ઓરડી પરશુરામ પોટરી શેરી નંબર-૧ સામાકાંઠે મોરબી-૨, હર્ષ કાંતીભાઇ સાણંદીયા જાતે પટેલ (18) ધંધો સીરામીક રો-મટરીયલ્સનો રહે. રાજનગર લીમડા ચોક પંચાસર રોડ મોરબી મુળ. બીલીયા તાલુકો મોરબી અને આર્યન શબ્બીરભાઇ સોલંકી જાતે પીંજારા મુસ્લીમ (21) ધંધો અભ્યાસ એકસર્ટનલ ૧૨ કોર્મસ રહે.હાલ મોરબી વીસીપરા મદીના સોસાયટી અનવરભાઇની ચકકી સામે મુળ રહે.રાજકોટ સોમનાથ સોસાયટી શેરી નં-૧ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર રૈયા ચોકડી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને જે તે સમયે તેના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ આરોપીઓ મોરબીની જેલમાં હતા

આ કેસ મોરબીમાં લાલબાગમાં આવેલ સ્પેશિયલ પોકસો કોર્ટમાં જજ ડી.પી. મહીડા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ સંજયભાઇ દવે દ્વારા કરવામાં આવેલ દલીલ તથા રજુ કરવામાં આવેલા 21 મોખીક પુરાવા અને 48 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખીને સ્પેશિયલ પોકસો કોર્ટ આરોપીઓને આજરોજ સજા ફટકારી છે જેમાં મીત ચંદુભાઇ શીરોહીયા જાતે કોળી (22) ને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અધિનિયમ 2012 ની કલમ 3 (એ), 4 માં સાત વર્ષની સખ્ત કેદની સજા તથા 10,000 નો દંડ ફટકાર્યો છે અને દંડ ન ભરે તો વધુ છ માસની સખતની સજા તેમજ પોકસો એક્ટની કલમ 12 માં ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને 5,000 નો દંડ ફટ કરવામાં આવ્યો છે અને જો દંડ ન ભરે તો ત્રણ માસની વધુ સજા કરવામાં આવી છે અને આ સજા સાથે ભોગવવાની રહેશે

તો હર્ષ કાંતીભાઇ સાણંદીયા જાતે પટેલ (18) ને પોકસો એક્ટની કલમ 3 (એ) 4 માં 10 વર્ષની સખ્ત કેદની સજા અને 15,000 નો દંડ તથા દંડ ન ભરવામાં આવે તો નવ માસની વધુ સખ્ત કેદની સજા કરાય છે જ્યારે આર્યન શબ્બીરભાઇ સોલંકી જાતે પીંજારા મુસ્લીમ (21) ને આઇપીસી કલમ 376 (2) (જે), 376 (3) ની સાથે પોકસો એક્ટની કલમ 3 (એ) 4 માં 20 વર્ષની સખ્ત કેદની સજા અને 20,000 નો દંડ કરવામાં આવ્યો છે અને દંડ ન ભરવામાં આવે તો વધુ એક વર્ષ સખ્ત ખેદની સજા ફટકારવામાં આવી છે તેમજ ભોગ બનનારને કમ્પેનસેશન એક્ટ મુજબ 1,00,000 નું કમ્પેલસેશન તથા આરોપીઓ દ્વારા દંડની રકમ ભરવામાં આવે તો તે 55 હજાર રૂપિયા આમ કુલ મળીને ₹1,55,000 નું કંપેનસેશન આપવા માટેનો મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે






Latest News