મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગરમાં અગાઉ કરેલ ફરીયાદનો રોષ રાખીને ઘર પાસે બેઠેલા બે યુવાનો ઉપર પાઇપ વડે હુમલો


SHARE











મોરબીના રામકૃષ્ણનગરમાં અગાઉ કરેલ ફરીયાદનો રોષ રાખીને ઘર પાસે બેઠેલા બે યુવાનો ઉપર પાઇપ વડે હુમલો

મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગર વિસ્તારમાં ઘર પાસે બેઠેલા બે યુવાનો ઉપર બોલાચાલી ઝઘડો કર્યા બાદ હુમલો કરવામાં આવ્યો હોય ઇજાગ્રસ્તોને સારવારમાં સિવિલે ખસેડાયા હતા અગાઉ કરવામાં આવેલી ફરિયાદનો રોષ રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.અત્રે નોંધનીય છે કે આ વિસ્તારમાં દારૂ વેચવા અને પીવાનું પ્રમાણ વધુ હોવાના લીધે છાશવારે આ વિસ્તારમાં મારામારીના બનાવો બનતા હોવાનું જાણવા મળેલ છે.પોલીસ કડકપણે દારૂબંધી અંગે કાર્યવાહી કરે તેવી તે વિસ્તારના લોકોમાંથી માંગ ઉઠી રહી છે.

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ પાસે લાલબાગના પાછળના ભાગે આવેલા રામકૃષ્ણનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ચિરાગ અશોકભાઈ રાઘુરીયા (૨૨) રહે.શ્રદ્ધા એપાર્ટમેન્ટ રવાપર રોડ તેમજ મોહિત જયંતીલાલ મિરાણી (૩૮) રહે.રામકૃષ્ણનગર સામાકાંઠે વાળાઓને ઇજાઓ પહોંચતા બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે વધુમાં ભોગ બનેલ પાસેથી મળતી માહિતી મુજબ તેઓ પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે અગાઉ કરવામાં આવેલી ફરિયાદનો રોષ રાખીને તે વિસ્તારમાં રહેતા ગોપાલ નરભેરામ સીતાપરા જાતે કુંભાર નામના શખ્સે ઝઘડો કર્યો હતો અને બાદમાં પાઇપ વડે હુમલો કર્યો હતો જેથી બંનેને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા.વધુમાં ત્યાંના રહેવાસીઓ પાસેથી મળતી માહિતી મુજબ રામકૃષ્ણનગર વિસ્તારમાં દારૂ વેચવાનું અને પીવાનું વધુ હોવાના લીધે છાશવારે નાના-મોટા મારામારીના બનાવો આ વિસ્તારમાં બનતા હોય પોલીસ દ્વારા કડકપણે દારૂબંધીનો અમલ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ રોડ ઉપર ત્રાજપર ખારીમાં રહેતા રમેશ બાબુભાઇ સાંતોલા નામના ૪૪ વર્ષના યુવાનને પોતાના ઘરે મારામારીના બનાવમાં ઈજા થયેલી હોય તેને સારવાર માટે ખસેડાયો હતો બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.તેમજ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ શિવમ હોસ્પિટલના પાછળના ભાગે પાણીના ટાંકા નજીક રહેતા કિર્તીબેન કમલેશભાઈ શુકલ નામની ૩૭ વર્ષની મહિલાને પણ મારામારીના બનાવમાં ઇજા પહોંચતા તેણીને સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ નાની કેનાલ પાસે આવેલ શ્રીકુંજ સોસાયટીમાં રહેતા મહાદેવભાઇ છગનભાઈ ભટાસણા નામના ૫૭ વર્ષીય આધેડ એકટીવા લઈને નાની કેનાલ રોડ ઉપરથી જતા હતા ત્યારે કેનાલ પાસે તેઓ અકસ્માતે એકટીવામાંથી નીચે પડી જતા ઇજાઓ થતા અત્રેની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર આવેલ રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઝઘડો થતા જ્યોતિકુમારી પ્રીતમદાસ ગુપ્તા નામની ૩૨ વર્ષની મહિલાને ઇજા પહોંચતા તેણીને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જે અંગે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી






Latest News