મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીક લાકડધાર રોડે ઓરડીમાંથી ૩૪ બોટલ દારૂ-૨૦ બીયરના ટીન સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE











વાંકાનેરના ઢુવા નજીક લાકડધાર રોડે ઓરડીમાંથી ૩૪ બોટલ દારૂ-૨૦ બીયરના ટીન સાથે એક પકડાયો, એકની શોધખોળ

વાંકાનેરના ઢુવા ગામ પાસે લાકડધાર રોડે આવેલ ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે સ્થળ ઉપરથી ૩૪ બોટલ દારૂ તથા બિયરના ૨૦ ટીન એમ કુલ મળીને ૧૪૭૫૦ ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબ્જે કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ચમનભાઈ ચાવડા, હરિશ્ચંદ્રસિંહ ઝાલા અને રવિભાઈ કલોત્રા ઢુવા પોલીસ ચોકી ખાતે હતા ત્યારે ચમનભાઈ ચાવડાને મળેલ ખાનગી બાતમી આધારે વાંકાનેર તાલુકાના રહેતા નવા ઢુવા ગામે રહેતા અનિરુદ્ધસિંહ દાનુભા ચૌહાણની લાકડધાર રોડે આવેલ ઓરડીમાં દારૂ બિયરની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૩૪ તથા બિયરના ૨૦ ટીન મળી આવ્યા હોય પોલીસે દારૂ બિયરનો ૧૪૭૫૦ ની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અનિરુદ્ધસિંહ દાનુભા ચૌહાણની ધરપકડ કરેલ છે અને તેના મિત્ર કૃપાલસિંહ વઠીસંગ મકવાણા રહે. હાલ નવા ઢુવા વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે ગુનો નોંધીને તેના પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં રહેતા અરવિંદભાઈ કરસનભાઈ રાઠોડ (૩૬) નામના યુવાનને તે તેના ઘરે હતો ત્યારે તેના માતા શાંતાબેન કરસનભાઈ રાઠોડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા અરવિંદભાઈ કરસનભાઈ રાઠોડને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતા ઉકાભાઇ સોમાભાઈ દેલવાડીયા (૬૫) પાણીની કુંડીમાં પડી ગયા હતા જેથી કરીને તેઓને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને હાલમાં રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હોય હોસ્પિટલ મારફતે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News