મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE







મોરબીના હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન જતા રસ્તા ઉપર ઇંટોના ભઠ્ઠા પાસે કામ માંગવા માટે ગયેલ યુવાનની હત્યા કરવામાં આવી હતી જેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ ગુનામાં હાલમાં બીજા આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં રહેતા અને જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર ઈંટોનો ભઠ્ઠો ધરાવતા વિજયભાઈ ઉર્ફે મુન્નો ધીરુભાઈ સાંતલપરા જાતે કોળી (૩૫)એ થોડા દિવસો પહેલા અશોકભાઈ સુખાભાઈ કોળી રહે. સુલતાનપુર અને જીતેશભાઈ સીતાપરા જાતે કોળી રહે. થાન વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી કે, થોડા દિવસ પહેલા અજાણ્યો ૪૦ વર્ષનો યુવાન તેના ઈંટના ભઠ્ઠે આવ્યો હતો અને ત્યાં ભઠ્ઠામાં કામ કરતા અશોકભાઈ અને જીતેશભાઈને કહ્યું હતું કે ઈંટના ભઠ્ઠામાં મને મજૂરી કામે કેમ રાખતા નથીત્યારે બાદ તેને ઝઘડો શરૂ કર્યો હતો અને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આરોપીઓએ અજાણ્યા યુવાનને પાવડાના હાથા વડે આડેધડ માર્યો હતો જેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ તેની લાશને ખોખરા હનુમાન વાળા રસ્તા ઉપર નાખી આવ્યા હતા જેથી હત્યાના આ બનાવમાં વિજયભાઈ સાંતલપરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાના આ ગુનામાં પહેલા આરોપી અશોકભાઈ સુખાભાઈ શેખાણી જાતે કોળીની ધરપકડ કરી હતી અને તે હાલમાં જેલમાં છે અને મૃતક યુવાનની હજુ સુધી ઓળખ મળેલ નથી તેવામાં પોલીસે હત્યાના આ ગુનામાં વધુ એક આરોપી જીતેશભાઈ પ્રભુભાઈ સીતાપરા જાતે કોળી (૩૫) રહે. મફતિયાપરા ઝાલાવાડ પોટરી પાછળ નવાગામ રોડ થાન વાળાની ધરપકડ કરેલ છે

પરિણાતને પતિએ માર માર્યો

મોરબીના મહેન્દ્રપારા વિસ્તારમાં રહેતી રેશ્માબેન ઇમરાનભાઇ ગાલબ (૨૯) નામની પરિણીતાને તેના પતિ ઇમરાનભાઇ ગાલબ અને સાસુ હાલીમાબેન ગાલબ દ્વારા ધોકા વડે માર મરવામાં આવ્યો હતો જેથી કરીને આ મહિલાને મોરબીમાં પ્રાથમિક સારવાર સિવિલે આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News