મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

કૌટુંબિક ભાઈની દીકરી સાથે પ્રેમસબંધ હોય ઘર પાસે આંટા મારતા શખ્સને ઠપકો આપતા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો


SHARE











કૌટુંબિક ભાઈની દીકરી સાથે પ્રેમસબંધ હોય ઘર પાસે આંટા મારતા શખ્સને ઠપકો આપતા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

વાંકાનેર નજીકના કેરાળા ગામે રહેતા યુવાનના કૌટુંબીક ભાઈની દીકરી સાથે જે શખ્સને પ્રેમસંબંધ હતો અને તે તેઓના ઘર પાસે આટા ફેરા કરતો હોવાથી તેને ઠપકો આપ્યો હતો જે બાબતનો ખાર રાખીને રાજા વડલા ગામે રહેતા ચાર શખ્સો તેઓના ઘરે આવ્યા હતા ત્યારે યુવાન અને તેના બે ભાભીને લાકડી વડે અને મૂઢમાર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ ત્રણેય વ્યક્તિને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ કેરાળામાં રહેતા વનરાજભાઈ કરસનભાઈ વેકરીયા જાતે કોળી (૩૨) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે પરબતભાઈ નારણભાઈ ગમારા, વિજયભાઈ કમશીભાઈ ગમારા, રવિભાઈ સામતભાઈ ગમારા અને ભરતભાઈ ગોવિંદભાઈ ગમારા રહે. બધા રાજા વડલા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના કુટુંબિક ભાઈ મંગાભાઈ નરસીભાઈ વેકરીયાની દીકરીના પરિચયમાં રાજા વડલા ગામે રહેતો મનીષભાઈ સામતભાઈ ગમારા નામનો શખ્સ હતો અને પ્રેમસંબંધ હોય તે તેના ઘર પાસે આંટાફેરા મારતો હતો જેથી તેને ઘર પાસે આંટાફેરા નહીં કરવા બાબતે ઠપકો આપ્યો હતો ત્યારે તે બોલાચાલી કરીને ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યારબાદ પરબતભાઈ ગમારા, વિજયભાઈ ગમારા, રવિભાઈ ગમારા અને ભરતભાઈ ગમારા તેઓના ઘર પાસે આવ્યા હતા અને ત્યારે ફરિયાદી યુવાને કહ્યું હતું કે, અહીંયા શા માટે આવો છો તેવું પૂછતા તેણે “મનીષને શું કરવાને ઠપકો આપ્યો હતો” તેમ કહીને બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા જેથી ગાળો બોલવાની ના પાડતા ચારેય શખ્સોએ ફરિયાદી વનરાજભાઈ વેકરીયાને ઢીકા પાટોનો માર માર્યો હતો અને ત્યારે તેઓને બચાવવા માટે થઈને તેના ભાભી કનુબેન ધીરુભાઈ વેકરીયા અને મુક્તાબેન મંગાભાઈ વેકરીયા વચ્ચે પડ્યા હતા જેથી આ શખ્સોએ કનુબેન વેકરીયાને હાથમાં લાકડી ફટકારી હતી માટે વનરાજભાઈ અને કનુબેનને ઇજાઓ થઈ હોવાથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા વનરાજભાઈ વેકરીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રાજા વડલા ગામે રહેતા ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે વિજય કમશીભાઇ ગમારા, રવિ સામતભાઈ ગમારા અને ભરતભાઈ ગોવિંદભાઈ ગમારાની ધરપકડ કરેલ છે અને પરબત નારણભાઈ ગમારાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News