મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે સાનિધ્ય પાર્કના મકાનમાંથી ૩૭૦૦૦ ના મુદામાલની ચોરી


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે સાનિધ્ય પાર્કના મકાનમાંથી ૩૭૦૦૦ ના મુદામાલની ચોરી

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પીપરવાડી વિસ્તારમાં આવેલ સાનિધ્ય પાર્કમાં રહેતા યુવાનના ઘરની અંદર તસ્કરે પ્રવેશ કર્યો હતો અને રોકડા ૨૨૦૦૦ તથા ત્રણ મોબાઈલ ફોન મળીને કુલ ૩૭૦૦૦ નો મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના મિયાણી ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે પીપરવાળી વિસ્તારમાં સાનિધ્ય પાર્ક-૧ માં રહેતા રવિભાઈ રામજીભાઈ સીણોજીયા જાતે પટેલ (૨૫) એ અજાણ્યા શખ્સની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાત્રિના ૧૧ થી લઈને બીજા દિવસે સવારના ૭ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને રાત્રિ દરમિયાન ઘરમાંથી રોકડા રૂપિયા ૨૨૦૦૦ તથા જુદીજુદી કંપનીના ૧૫૦૦૦ રૂપિયાની કિંમતના ત્રણ મોબાઇલ ફોન આમ કુલ મળીને ૩૭૦૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા રવિભાઈ સીણોજીયા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News