મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની સેઝોન પેપર મિલના બોઇલર વિભાગમાં આગની જાળ લાગતાં દાજી ગયેલ બે મજૂર સારવારમાં


SHARE







મોરબીની સેઝોન પેપર મિલના બોઇલર વિભાગમાં આગની જાળ લાગતાં દાજી ગયેલ બે મજૂર સારવારમાં

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપર પેપર મીલની અંદર બોઇલર વિભાગમાં કોલસા નાખતા સમયે આગની જાળમાં દાઝી ગયેલ બે મજૂરને સારવાર માટે ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપરના સેઝોન પેપર મીલ નામના યુનિટમાં બોઇલર વિભાગમાં કોલસાની ભઠ્ઠીમાં બારી ખોલીને અંદર કોલસો નાખતા સમયે આગની જાળ પાછી આવતા જાળમાં પ્રદીપ યાદવ અને ધનકા કમલેશભાઈ રહે. બંને સેઝોન પેપર મીલ લેબર કવાર્ટર વાળાઓ દાજી ગયા હતા જેથી તેને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અને હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના એ.એમ. જાપડીયા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ લક્ષ્મણભાઈ સોનાગ્રા (૨૭) તથા તેમના પત્ની નેહાબેન જગદીશભાઈ સોનાગ્રા (૨૫) ને વાહન અકસ્માતમાં ઇજા થતા બંનેને પ્રથમ અત્રેની સિવિલ હોસ્પિટલ અને બાદમાં આયુષ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અને પોલીસ તરફથી મળતી માહિતી મુજબ વાઘપરામાં રહેતા જગદીશભાઈ અને નેહાબેન બને નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા બંનેને ઈજા પહોંચી હતી જેથી સારવારમાં લઈને આવ્યા હતા અને બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે શોભેસ્વાર રોડ પાસે આવેલ જૂની કુબેર ટોકીઝની પાછળ મફતિયાપરા વિસ્તારમાં રહેતા દિલીપભાઈ કરસનભાઈ કુંઢીયા (૫૦)ને મારામારીના બનાવવામાં ઈજા થતાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના વાલભાઈ ચાવડાએ તપાસ કરતાં એવી માહિતી સામે આવી હતી કે, સાળા તથા બનેલી વચ્ચે કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને તે બાદ થયેલ મારામારીના બનાવમાં દિલીપભાઈ કુંઢીયાને ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તો મોરબીના વીસીપરામાં આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા દેવજીભાઈ બટુકભાઈ નામના ૩૨ વર્ષના યુવાનને પણ ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા પહોંચી હોય તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો આ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News